'ચીન ઘુસણખોરી કરી રહ્યું હતું અને મોદી હિંડોળે જુલી રહ્યા હતા'
મહાડ, 8 ઓક્ટોબર: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે આપણા વડાપ્રધાન ચીનના રાષ્ટ્રપતિને હિંડોળે જુલાવી રહ્યા હતા અને બીજી તરફ હજારો ચીની સૈનિકો આપણી સરહદમાં ઘુસણખોરી કરી રહ્યા હતા. રાહુલ ગાંધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન અંતર્ગત આજે રાયગઢ જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.
રાહુલે જણાવ્યું કે મોદી માર્કેટિંગ કરનારા નેતા છે. મોદી અને અન્ય વિપક્ષી નેતાઓ કહે છે કે દેશમાં છેલ્લા 60 વર્ષમાં કઇ કામ નથી થયું. જો તેમને એવું લાગે છે કે 60 વર્ષમાં કંઇ કામ નથી થયું તો એ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, બાબા સાહેબ આંબેડકર અને વલ્લભભાઇ પટેલનું અપમાન છે.
દેશની જનતાનું અપમાન છે. રાહુલે જણાવ્યું કે હું વિપક્ષી નેતાઓના નિવેદનના આધાર પર કહી રહ્યો છું કે કેન્દ્રમાં નવી સરકારને બન્યે હજી વધારે દિવસ નથી થયા એવામાં દેશ આજે વિકાસના જે મુકામ પર ઊભો છે તેનો શ્રેય કોને મળવો જોઇએ.
રાહુલે બીજું શું કહ્યું મોદી વિશે, વાંચો સ્લાઇડરમાં...

પૃથ્વીરાજ ચૌહાણ એક ઇમાનદાર નેતા છે
તેમણે જણાવ્યું કે પૃથ્વીરાજ ચૌહાણ એક ઇમાનદાર અને કર્મઠ નેતા છે જો જનતા કોંગ્રેસને ફરીથી સત્તામાં લાવે છે તો કોંકણ સહિત મહારાષ્ટ્રના વિકાસમાં વધુ ગતિ આવશે.

મહારાષ્ટ્ર આજે પણ ગુજરાતથી આગળ છે
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના વિકાસના સંબંધમાં જણાવ્યું છે કે કોઇ એવા આંકડા નથી, જેનાથી એ સાબિત થતું હોય કે મહારાષ્ટ્ર અવ્વલ નથી. મહારાષ્ટ્ર આજે પણ ગુજરાતથી આગળ છે.

મોદી સરકાર કાયદા દૂર કરી રહી છે
રાહુલે જણાવ્યું કે કેન્દ્રની પૂર્વ સરકારે ગરીબોના હિતમાં જે કાયદા બનાવ્યા હતા તેને ધીરે-ધીરે હાલની સરકાર ખતમ કરી રહી છે. ખેડૂતોની જમીન સરળતાથી કોઇ ના લઇ શકે તેના માટે અમે કાયદો બનાવ્યો હતો. ગરીબને રોજગાર મળી શકે તેના માટે મનરેગા શરૂ કર્યું હતું પરંતુ આ સરકાર ધીરે ધીરે તેને દૂર કરી રહી છે.

કોંગ્રેસને બહુમતથી વિજય બનાવો
રાહુલે જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે રાજ્યમાં શિવસેનાને હરાવીને કોંગ્રેસને બહુમતથી વિજય બનાવો જેથી મહારાષ્ટ્રનો વિકાસ યથાવત ચાલુ રહે.

કેન્દ્ર સરકારની ટીકા
સરહદ પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં રાહુલે જણાવ્યું કે ભાજપ હવે વિપક્ષમાંથી કેન્દ્ર સરકારની ટીકા કરતી હતી પરંતુ હવે જનતા સમજશે કે મોદી શું કરશે.

મોદીની અમેરિકા યાત્રા પર પ્રહાર
તેમણે જણાવ્યું કે મોદીજી હાલમાં જ અમેરિકા ગયેલા અને ત્યાંના દવા ઉદ્યોગપતિઓએ જણાવ્યું કે ભારતનું બજાર અમારા માટે ખોલવામાં આવે જેથી અમે ત્યાં અમે અમારી દવા વેચી શકીએ. જો અમેરિકાની દવા કંપનીઓ પોતાની દવા અત્રે વેચવાનું શરૂ કરશે તો દવાઓ ખૂબ જ મોંઘી થઇ જશે.












Click it and Unblock the Notifications
