મિશન 2014 પર મોદી મંથન, ચૂંટણીસેનાનું આજે કરશે એલાન
નવી દિલ્હી, 4 જુલાઇ : લોકસભા ચૂંટણી 2014ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. બીજેપીની ચૂંટણી કમાન સંભાળી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની કમર કસી લીધી છે. 2014માં બીજેપીને કેન્દ્રની સત્તા પર લાવવા મોદી પોતાની સેના બનાવવામાં લાગી ગયા છે. લોકસભા ચૂંટણી માટે ટીમ મોદીની તૈયારી પૂરેપૂરી જોશમાં ચાલી રહી છે. આજે દિલ્હીમાં બીજેપીની બેઠકમાં નરેન્દ્ર મોદી પાર્ટીના સીનિયર નેતાઓની સાથે મળને ચૂંટણી અભિયાનની રણનીતિને અંતિમ ઓપ આપશે.
મીટિંગમાં જ ચૂંટણી સેનાની પણ જાહેરાત કરવામાં આવશે. પાર્ટીના મુખ્યાલયમાં યોજાનાર આ બેઠકની મહત્વતા એ વાતથી જાણી શકાય છે કે આમાં મોદી ઉપરાંત સંસદીય બોર્ડના સદસ્ય, પાર્ટી મહાસચિવ સહિત તમામ મોટા નેતાઓ હાજરી આપશે.

આ પહેલી તક હશે કે લોકસભા ચૂંટણી માટે મોદી અને અડવાણી એક સાથે દેખાશે, પરંતુ ખાસવાત એ પણ છે કે બંને એક મંચ પર ચૂંટણી માટે પોતાના અલગ-અલગ વિચાર રજૂ કરશે. આ બેઠક દ્વારા બીજેપી પોતાની નબળાઇઓને પણ દૂર કરવાનો રસ્તો શોધી રહી છે. પાર્ટીની આ બેઠકમાં પાર્ટીના ચૂંટણી સંબંધી તમામ પાસાંઓ પર મંથન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
