મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં આજે લાગશે મોદી દરબાર

સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતની વિચારસણી બતાવ્યા બાદ નરેન્દ્ર મોદી મેડિસન સ્ક્વેર પહોંચશે, જ્યાં સૌથી પહેલાં હજારો ભારતીયોની સાથે તિરંગો ફરકાવશે, તિરંગો ફરકાવ્યા બાદ મેડિસન સ્ક્વેરમાં મોદીનું ભાષણ થશે. નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા માટે હૉલની અંદર સીનેટર અને બિઝનેશ કોમ્યુનિટી હશે. જ્યારે 18 હજાર અમેરિકન ભારતીય પણ હશે.
ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને જે પ્રકારની લોકપ્રિયતા જોવા મળી રહી છે, એવામાં મેડિસન સ્ક્વેરમાં ચાલીસ હજારથી વધુ લોકો એકઠાં થવાની આશા છે. સ્પષ્ટ છે કે 20 હજારની ક્ષમતાવાળા હોલમાં બાકી રહેલા લોકોને ટાઇમ્સ સ્ક્વેરમાં મોદીનું ભાષણ સાંભળવા મળશે અને તેના માટે ટાઇમ્સ સ્ક્વેરમાં મોટી-મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. તો બીજી તરફ થ્રી ડાયમેંશન લાઇવ ટેલિસ્કાટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
તિરંગો ફરકાવવા અને ભાષણની સાથે સાથે મેડિસન સ્ક્વેરમાં નરેન્દ્ર મોદી ગરબાનો પણ આનંદ માણશે. આમ તો નરેન્દ્ર મોદીને મળવા અને તેમને સાંભળવાની દિવાનગીનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે મેડિસન સ્ક્વેરમાં ટિકીટ ન મળતાં લોકો વૉલન્ટિયર્સ બનવા માટે પણ તૈયાર છે અને તેમાં એક નામ ભારતીય મૂળના મિસ અમેરિકા પણ છે.












Click it and Unblock the Notifications
