• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવ મહિના બાદ દેશ પરથી તમામ ગ્રહણો દૂર થઇ જશેઃ મોદી

|

મુંબઇ, 30 સપ્ટેમ્બરઃ મુંબઇ એરપોર્ટ પર ગ્રાન્ડ વેલકમ મળ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ડાઇમન્ડ હોલ કાતે ભારત ડાઇમન્ડ બૂર્સનું ઉદ્ધાટન કરવા માટે પહોંચી ગયા છે. એરપોર્ટ પર મોટી માત્રામાં ઉમટેલી જનમેદનીને સંબોધિત કરતી વખતે મોદીએ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. હવે તેઓ બૂર્સના ઉદ્ધાટન વેળા મોદીએ કેન્દ્ર સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા.( મોદીનું ભાષણ વાંચવા માટે નીચે આપવામાં આવેલી તસવીરો પર ક્લિક કરો)

મોદીએ કહ્યું કે, અહીં પહોંચવા સુધીમાં મને અંદાજો નહોતો કે આ કાર્યક્રમ પણ આટલા જુસ્સાથી ભરેલો હશે. કારણ કે, યુનિવર્સિટીમાં જઇએ, યુથ કન્વેન્શનમાં જઇએ ત્યાં જે જોશ જોવા મળે તેના કરતા વધારે જોશ મને અહીં જોવા મળ્યો છે. હું વિચારી રહ્યો હતો કે, રૂપિયો નબળો પડી રહ્યો છે, ડોલર શક્તિશાળી થઇ રહ્યો છે. હીરાના ચમક ઓછી થતી જોવા મળી રહી છે, ક્યાંક હીરાવાળાઓની ચમક પણ ઓછી થઇ જાય, પરંતુ આજે મને અહીં જોવા મળ્યું સંકટ ગમે તેટલું ઉંડુ હોય, આ લોકો હીરા જેવા મજબૂત છે, ગમે તેટલી મુશ્કેલી હોય આ લોકો નબળાં નહીં પડે.

સતત સકંટ આવી રહ્યાં છે. આ સંકટોનો સીલસલો છેલ્લા નવ વર્ષથી ચાલી રહ્યો છે. હવે નિર્ણય તમારે કરવાનો છે કે, હીરાની ચમક જેવી આપણા દેશમાં પણ ચમક આવી જાય. હીરા ઘણા ચમકાવ્યા હવે હિન્દુસ્તાને ચમકાવવાનો સમય આવી ગયો છે. જો તમે નિર્ણય કરશો તો દેશને ચમકતું કોઇ અટકાવી નહીં શકે. મોદીએ વધુમાં શું કહ્યું તે વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

દેશને અનેક પ્રકારને ગ્રહણ લાગ્યા છે

દેશને અનેક પ્રકારને ગ્રહણ લાગ્યા છે

હાલના સમયે દિવસમાં દેશને અનેક પ્રકારને ગ્રહણ લાગ્યા છે, અનેક ગ્રહોની છાયા આ દેશને બરબાદ કરી રહી છે. પરંતુ, આ કાળ હવે વધુમાં વધુ આઠ મહિનાનો જ છે. નવ મહિના પછી આ દેશ એક પછી એક તમામ સંકટોને પાર કરીને નવી શક્તિ અને સમાર્થ્ય સાથે આગળ વધશે. આજે દેશની હાલત એ છે કે કોઇને કોઇના પર વિશ્વાસ નથી. કોઇ દેશ, કોઇ સમાજ, કોઇ પરિવાર એકવાર વિશ્વાસ તૂટી જાય તો ના તો એ પરિવાર ઉભો થઇ શકે છે, ના તો એ સમાજ કે ના તો એ દેશ ઉભો થઇ શકે છે. વિશ્વાસનો સંકટ છે. જ્યારે પ્રધાનમંત્રીજી અમેરિકા નવાઝ શરીફને મળ્યાં, બાદમાં ભારત સરકાર તરફથી પત્રકાર પરિષદમાંથી ડિક્શનરી તમામ શક્તિશાળી શબ્દો દેશની જનતાને પીરસવામાં આવ્યા.

કેન્દ્ર સરકારની હિંમતની વાત પર કોઇને વિશ્વાસ નથી

કેન્દ્ર સરકારની હિંમતની વાત પર કોઇને વિશ્વાસ નથી

તેમના હોંસલા અને હિંમતના સમાચાર ફેલાવવામાં આવ્યા, 24 કલાક, ટીવી રેડિયો અને સમાચારપત્રોમાં ભારત સરકારની વાત દેખાડવામાં આવી રહી છે અને સંભળાવવામાં આવી રહે છે. શું તમને વિશ્વાસ છે, સરકારના કોઇપણ દાવા પર તમને વિશ્વાસ છે. તેમણે કોઇ વાત કરી હશે તેવું લાગે છે, આ સંકટ દેશ પર છે.

વિશ્વાસ તૂટી ગયો છે

વિશ્વાસ તૂટી ગયો છે

વિશ્વાસ તૂટી ગયો છે. તમે કોઇને એસએમએસ કરો છો, પછી ફોન કરો છો કે મારો એસએમએસ મળ્યો. દેશમાં એક એવો મહોલ ઉભો થયો છે, માનવનો માનવી પરથી વિશ્વાસ તૂટી ગયો છે. યુવાને માતા-પિતા દેવું કરીને ભણાવે છે, પરંતુ તેને વિશ્વાસ નથી કે ભણ્યા પછી જિંદગી ઠીકથી જીવવાની વ્યવસ્થા થશે કે નહીં થાય, તેનું કારણ એ છે કે, દિલ્હીમાં બેસેલી સરકારને માલુન નથી કે, તે ત્યાં બેઠી કેમ છે. ક્યાંય જગ્યા નથી એટલે ત્યાં બેસેલા છે, તેમની સાથે બેસેલા યુપીએના પાર્ટનર છે, તેમને પણ વ્યક્તિગત રીતે લો. જો મિત્રતા છે તો પ્રેમથી પૂછજો, કેવું ચાલી રહ્યું છે. તમે ખુશ છો, નવ વર્ષ તેમની સાથે વિતાવ્યા કેવું લાગ્યું, તેઓ જાતે જ કહેશે કે, અમે તો દુખી છીએ કે ક્યારે અને કેવી રીતે છોડીએ.

હિન્દુસ્તાનમાં ક્યારેય પણ આવી અવસ્થા જોવા મળી નહોતી

હિન્દુસ્તાનમાં ક્યારેય પણ આવી અવસ્થા જોવા મળી નહોતી

હિન્દુસ્તાનમાં ક્યારેય પણ આવી અવસ્થા જોવા મળી નહોતી. જ્યારે વાજપાયીની સરકાર હતી, અટલજીની સરકાર બન્યાના થોડાક સમય બાદ ન્યુક્લિયર ટેસ્ટ થયો, વિશ્વભરમાં ધમાકો થયો અને નવા વિચાર અને શક્તિની ખબર આખા વિશ્વને પડી ગઇ. એ હિંમતભર્યા નિર્ણયથી એ થયું કે વિશ્વ આખું અટલજીને મહત્વ આપવા લાગ્યા, હિન્દુસ્તાનનો અવાજ સંભળાવવા લાગ્યો, વ્યાપારીઓની ઇજ્જત વધવા લાગી, ભારતીયોનું સ્વાગત કરવા લાગ્યા, દેશમાં વિશ્વાસ પેદા થયો, 21મી સદીમાં અમે કરી બતાવશું.

દેશને ઘણી બધી આશાઓ હતી

દેશને ઘણી બધી આશાઓ હતી

20મી સદીના અંતિમ વર્ષ અને 21મી સદીની 2004 પછી એવું લાગતું હતું કે, કેટલી બધી આશાઓ હતી, બધાને લાગતું હતું કે, અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી મળ્યા, બેદાગ મળ્યા, 2004થી 2009 સુધી દેશ તેમના પર વિશ્વાસ કરતો રહ્યો, કાલ સારું થશે, લોકો માનતા રહ્યાં, પરંતુ 2009 નવ જતા જતા આશાઓનો ગુબ્બારો ફૂટી ગયો અને દેશ નીચે જતો રહ્યો, આજે આપણે ક્યાંયના નથી રહ્યાં.

મોદી જેટલી ટીકા કોઇની થઇ નથી છતાં જનતાનો વિશ્વાસ તૂટ્યો નથી

મોદી જેટલી ટીકા કોઇની થઇ નથી છતાં જનતાનો વિશ્વાસ તૂટ્યો નથી

દિલ્હીમાં એક એવી સરકાર છે, જે લોકોને સાથે લઇને ચાલી ના શકી. ક્યારેય કોઇ સરકાર એવી ના હોઇ શકે કે દેશ તેની સાથે ચાલવા તૈયાર ના હોય અને આજે દિલ્હીમાં એવી સરકાર છે. સાર્વજનીક જીવનમાં વિરોધનું રાજકારણ જોવા મળે છે. છેલ્લા 10 વર્ષમાં જેટલી ટીકા મોદીની થઇ છે તેટલી કદાચ જ કોઇને થઇ હશે, તમે ગુગલ ગુરુ પાસે જઇને પૂછો, મોદીના અતા પતા,અને પ્રિન્ટઆઉટ કાઢો તો આ જગ્યા ઓછી પડી જશે, એટલી ગાળો,પડી ખોટા આરોપ લાગ્યા પરતું જનતાએ મારો સાથ છોડ્યો નથી. શું અમે બધી અપેક્ષા પૂર્ણ કરી હશે, અમારાથી પણ તેમની ઇચ્છાઓ પૂરી નહીં થઇ હોય, પરંતુ અમારા ઇરાદાઓ પર તેમને કોઇ શક નથી થયું, આ દેશની જનતા વસ્તુઓને સમજે છે. જ્યારે દેશમાં સંકટ હતું, શાસ્ત્રીએ કહ્યું કે, એક સમયનું ભોજન છોડી દો, જનતાએ એક સમયનું ખાવાનું છોડી દીધું હતું.

તમારા પર વિશ્વાસ મુકાય તો દેશને ક્યાંયનો ક્યાંય પહોંચાડી શકો છો

તમારા પર વિશ્વાસ મુકાય તો દેશને ક્યાંયનો ક્યાંય પહોંચાડી શકો છો

વિશ્વના સૌથી ઇમાનદાર શહેર કયું છે, વિશ્વના સૌથી ઇમાનદાર શહેરમાં બીજો નંબર મુંબઇ છે. આટલા ઇમાનદાર અને મહેનતી છો, જો તમે શાસનમાં બેસેલા લોકોને કોટી-કોટી જાનો પર વિશ્વાસ હોય તો દેશને આપણે જ્યાં લઇ જવો હોય ત્યાં લઇ જઇ શકીએ છે. હિન્દુસ્તાનના રાજકારણનું ચિત્ર બદલાઇ ગયું છે, કટેલાક નેતા 80ના દશકામાં જીવી રહ્યાં છે, એ જ ડાયલોગ બોલે છે જે તેમના પુર્વજો બોલી રહ્યાં હતા, હિન્દુસ્તાનના નોજવાનોને હવે જાતીવાદનું ઝેર કોઇ પીવડાવી શકે તેમ નથી. કોમવાદનું ઝેર કોઇ પીવડાવી શકે છે, આ દેશનો જવાન એખ જ ભાષા સમજે છે, એક મંત્રનું ઝાપ કરે છે, એ મંત્ર છે, વિકાસ, વિકાસ અને વિકાસ.

દિલ્હી સરકારનું પોતાના કામો પર કન્ટ્રોલ નથી

દિલ્હી સરકારનું પોતાના કામો પર કન્ટ્રોલ નથી

કાલે હું દિલ્હીમાં તેમના નાક નીચે હતો, ત્યારે મે કહ્યું હતું કે, તમે પણ પ્લાનિંગ કરો છો, કયા નયા ક્ષેત્રમાં જઇએ, આવું વિચારો છો, તમે કરો છો, તમને સમજ છે, પરંતુ તેમને નથી. હું ક્યારેક ક્યારેક તમારા જેવા મહાપુરુષ ટીવી ડીબેટમાં હોવ છો, તમે ચર્ચા શું કરો છો, બજેટ બાદ કંઇક મળ્યું કે નહીં, સેન્સેક્સ ઉપર ગયો કે નહીં, મે આપણા બજેટ બાદ ક્યારેય એ ચર્ચા સાંભળી નથી. આ બજેટમાં દેશ માટે વિઝન શું છે, મુકામ ક્યાં છે. વિકાસ ક્યાં થવાનો છે. તમે જુઓ આ લોકોનું પોતાના કામો પર કન્ટ્રોલ છે કે શું, દિલ્હીમાં બેસેલી સરકારે વચન કર્યું હતું કે, અમે ચૂંટાઇને આવીશું તો મોંઘવારી કન્ટ્રોલ કરીશું. પરંતુ કંઇ થયું ખરા. ત્રણ મહિનાથી નિવેદન આપતાં હતા, પરંતુ શું કંઇ કર્યું, તેમાને તેમાં પાંચ વર્ષ કાઢી નાંખ્યા અને તેના કારણે વિશ્વાસ ગુમાવ્યો.

મોદી એ માટીથી બન્યા છે, જે માટીથી સરદાર અને ગાંધી બન્યા છે

મોદી એ માટીથી બન્યા છે, જે માટીથી સરદાર અને ગાંધી બન્યા છે

રૂપિયા આઇસીયુમાં છે, ભારત સરકારે આપણને કહ્યું છે કે, ફરીથી રૂપિયા સારો થઇ જશે, પરંતુ તેઓ રોકી કે નિર્ણય કરી શક્યા છે ખરા. તેમણે ભારતની સંપૂર્ણ અવસ્થા પરથી કન્ટ્રોલ ગુમાવી દીધા છે. તેમનું કન્ટ્રોલ માત્ર સીબીઆઇ અને ઇન્કમ ટેક્સ પર છે. આજે રાત્રે વીડિયો જોવામાં આવશે, મોદીને હાથ અને માળા કોણે પહેરાવી. પછી ત્યાં લીસ્ટ બનશે, ઇન્કમ ટેક્સની રેડ ક્યાંથી શરૂ કરીએ. શું લોકતંત્રમાં સાર્વજનીક જીવનમાં આ પ્રકારના બદલાની ભાવનાથી દેશ ચાલી શકે ખરો. તેઓ માત્ર આજ કરી રહ્યાં છે, તેમની પરેશાની એ છે કે, છેલ્લા દશ વર્ષથી મોદી પર આટલા જુલમ કર્યા પરંતુ તેને રોકી શક્યા નથી. તેઓ એવું કહે છે કે, મોદી કઇ માટીના બન્યા છે, તો તેમને કહીં દઉ કે મોદી એ માટીથી બન્યા છે, જે માટીથી સરદાર અને ગાંધી બન્યા છે. એ માટીમાં અમે બન્યા છીએ.

ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી ઉંચુ સ્મારક

ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી ઉંચુ સ્મારક

વિશ્વનો દરેક દેશ છવાયા બનાવવા માટે કંઇકને કંઇક બનાવે છે. મારું એક સ્વપ્ન છે, તમે મદદ કરશોને. અમે ગુજરાતમાં સૌથી ઉંચુ સ્મારક બનાવવા જઇ રહ્યાં છીએ. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીશું, તેની સાઇઝ હશે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા વધારે. મજાકમા તેમણે કહ્યું કે, પરમાત્માના આઇટી સોફ્ટવેરવાળાઓએ મારામાં એવી ચીપ મુકી છે કે હું નાનું વિચારી શકતો નથી.

ચાણક્ય બાદ સરદારે આ કામ કર્યુ

ચાણક્ય બાદ સરદારે આ કામ કર્યુ

ચાણક્ય પછી આટલું મહાન કામ આ મહાન પુરુષે કર્યું હતું. ભારતને એક કરવાનું કામ કર્યું હતું. પરંતુ એક પરિવારે તેમને ભુલાવી દેવા માટે 60 વર્ષ કાઢી નાખ્યા અને અમે એ હિસાબ ચુકતે કરવા માગીએ છીએ. તેમણે ભારતમાં એકતા સ્થાપી હતી એટલા માટે આ સ્ટેચ્યુનું નામ યુનિટી રાખવામાં આવ્યું છે. અને અમે આ સ્મારક થકી ભારતને એક કરવા માગીએ છીએ તેથી હિન્દુસ્તાનના દરેક ગામ પાસેથી લોંખડ માંગીશું. 31 ઓક્ટોબર બાદ આખા દેશમાં આ અભિયાન ચલાવવામાં આવશે. તમે પણ તમારા જે જિલ્લામાં પહોંચ હોય, તમે પણ તેમા જોડાઇ શકો છો.

મોદીનું ભાષણ વીડિયોમાં

અહીં મોદીના ભાષણનો વીડિયો આપવામાં આવ્યો છે.

English summary
Narendra Modi inaugurate Diamond Hall at Bharat Diamond Bourse

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more