For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લતાજીનો એ પત્ર મારા જીવન માટે એક છોડ સમાનઃ મોદી

|
Google Oneindia Gujarati News

પુણે, 1 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પુણે સ્થિત દીપનાથ મંગેશકર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યાં છે. આ તકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બૉલીવુડ કોકિલકંઠી લતા મંગેશકર એક જ મંચ પર ઉપસ્થિત રહ્યાં છે. લતાજીએ આ તકે નરેન્દ્ર મોદીને પુષ્પગૃચ્છ આપીને સન્માનિત કર્યા છે. અહીં ઇવેન્ટનો લાઇવ વીડિયો આપવામાં આવ્યો છે.

આ તકે મોદીએ કહ્યું કે, આ મારુ સૌભાગ્ય છે કે, મંગેશકર પરિવારે મને આટલું મોટુ સન્માન આપ્યું, મારું ગૌરવ કર્યું, હું મંગેશકર પરિવારનો આભારી છું. દીનાનાથજી મંગેશકર, આ નામમાંજ દીન હીનનો કરૂણનો સ્વર ગુંજે છે. તેમના પ્રત્યે સંવેદનાનો સ્વર આપણા કાનો સુધી નવી પ્રેરણા જગાવે છે. આ નાની વાત નથી. પોતાની પિતાના સ્મરણમાં શું કરવામાં આવે. જે પરિવાર સ્વર અને સૂરને સમર્પિત હોય તેમ છતાં આ કરૂણાના સંસ્કારના કારણે જે ધરતી પર પિતાજીએ દેહ છોડ્યો અને સેવાના અભાવે છોડ્યો તે કસક રહી ગયો.

તેમણે પિતાજીને એ ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી કે જેનાથી ભવિષ્યમાં કોઇને એ બીમારીનો સામનો ના કરવો પડે એ કરૂણામાંથી આ હોસ્પિટલનું સર્જન થયું. આજે મે હોસ્પિટલ જોઇ તેનો પહેલા ભાગનું લોકાર્પણ અટલજીના હસ્તે થયું અને આજે તેના ઉદ્ઘાટનમાં દીદીએ મને આમંત્રિત કર્યો.

તેમણે છ મહીના પહેલા પત્ર લખ્યો, જે મારા જીવનનો મોટા છોડ સમાન છે, આપણા દેશની વિશેષતા રહી છે, વિશ્વના દેશોને રાજાઓ, મહારાજાઓ અને સરકારોએ ચલાવ્યો, આ દેશ એવો છે જેને રાજા-મહારાજાઓએ નહીં પરંતુ ઋષિ મૂનીઓએ બનાવ્યો છે. અહીં સમાજ શક્તિ સર્વોપરી અને રાજશક્તિ એક કદ નીચે રહી છે.

આજે ભારતના કોઇપણ ખૂણા જશો તો ક્યાંક ગૌશાળા, ધર્મશાળા, પાણીની પરબ, સ્કૂલ કોલેજ, હોસ્પિટલ જોઇશું ત્યાં સરકાર નજર નહીં આવે. આપણે ત્યાં સમાજ શક્તિનું જ યોગદાન રહ્યું છે અને આ દેશ ત્યારે જ આગળ વધી શકે છે, જ્યારે આપણે સમાજની શક્તિનો સ્વિકાર કરીએ.સમાજ શક્તિને ઉજાગર કરીએ. સમાજ શક્તિને શ્રેષ્ઠતા પ્રદાન કરીએ અને જો આપણે 125 કરોડની જનશક્તિનું સાક્ષાતકાર કરી લઇએ તો હું વિશ્વાસથી કહીં શકું છું કે આ દેશને વિશ્વની કોઇ તાકાત દબાવી શકતી નથી.

આજે પ્લાસ્ટિક સર્જરીની ચર્ચા થાય છે, ગણેશની કલ્પના કરો. શરીર માનવીનું માથું હાથીનું. કર્ણ માતાના કોથથી જન્મ નથી લીધો. આજે જીનેટિક સાયન્સની ચર્ચા કરો તો તે કર્ણની કલ્પના થઇ શકે છે અને તેના પર ટીવી પર ત્રણ દિવસ ચર્ચા થશે કે મોદીએ સાચું કહ્યું મોદીએ ખોટું કહ્યું.

જે ધરતી પર શાસ્ત્ર કહે છે કે મૂનીઓની ઉમર પાંચસો વર્ષ સુધી હોય છે. આજે પણ વિજ્ઞાન પણ ઝડપથી બદલાઇ રહ્યું છે. જૂના જમાનાના લોકો ચિત્રો બનાવતા તો ભગવાનના ચિત્રો બનાવતા તો ઓરો બનાવતા હતા. આજના દિવસોમાં વિજ્ઞાને સ્વિકાર કર્યું છે કે, આપણા શરીરની ચારેકોર તેજોવલય હોય છે અને વિજ્ઞાન ત્યાં સુધી આગળ વધી રહ્યું છે, તમારા શરીરની આસપાસના તેજોવલયના આધાર પર શું ખામી છે અને કઇ બીમારી આવી શકે છે તેના પર 25 વર્ષ કે 50 વર્ષ બાદ શું બીમારી થશે તેની શોધ કરી રહ્યાં છે.

શું ભારત હેલ્થ સેક્ટર અને કરૂણાના માધ્યમથી વિશ્વને એકબીજા સાથે જોડે. હિન્દુસ્તાનના હોસ્પિટલમાં પાકિસ્તાનની દિકરીને બચાવી લેવામાં આવી અને પાકિસ્તાનને આ ઘટના હૃદયને અડી ગઇ હતી. આરોગ્ય લગતા લાભો માટે વિદેશીઓ ભારત આવી રહ્યાં છે ત્યારે હેલ્થ સેક્ટરમાં મેન પાવરની જરૂર છે. કેટલાક દેશો એવા છે જે વૃદ્ધ થઇ ગયા છે. ત્યારે હેલ્થ સેક્ટર મોટી સ્કોપ છે. દરેક સ્થળે નર્સની જરૂર છે અને આપણે હેલ્થ સેક્ટરમાં મેન પાવર મોકલીશું તો દર્દીઓ સારા પણ થશે અને આપણે વિશ્વ સાથે જોડાઇ શકશું અને આપણા યુવાનોને રોજગારી મળશે.

આજે હેલ્થ ઇન્સ્યોરન્સ વધી રહ્યાં છે અને કંપનીઓ પણ પોતાનો વ્યવસાય વધારી રહ્યાં છે. આ દેશના સામાન્ય નાગરીકને હેલ્થ ઇન્સ્યોરન્સ જોઇએ છે. હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં હેલ્થ એસોરેન્સ જોઇએ છે. કોઇપણ વ્યક્તિ દવા અને ડોક્ટર વગર પોતાના જીવનમાં મૃત્યુ મેળવે તે યોગ્ય નથી.

modi
આપણે મેડિકલ કોલેજ અને વિદ્યાર્થીઓ ઉભા કરવા પડશે. આજે દરેક પાસે મોબાઇલ ફોન છે વિશ્વના અનેક દેશો છે જેમણે હેલ્થ માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો છે. હિન્દુસ્તાનમાં મોબાઇલ ફોનનો ઉપયોગ વધારે છે, ત્યારે આપણે પણ આ દિશામાં આગળ વધી શકીએ છીએ. ત્રણ વર્ષના કોર્સ ડેવલોપ કરીએ અને તેમને પરવાનગી આપીએ કે તેઓ આટલું કરી શકે છે. જ્યાં સુધી આપણે ગામડાઓ માટે આવું નહીં કરીએ ત્યાં સુધી સામાન્ય નાગરીક સ્વસ્થ નહીં થઇ શકે.

સૌથી હવા પ્રદુષણ શહેરોમાં અમદાવાદ ટોપ ફાઇવ આવતું હતું. રીક્ષાઓમાંથી ધૂમાડો આવતો હતો અને અમે તેમને સમજાવ્યા અને અમે સીએનજી લાવ્યા. મને ગર્વ છે કે અમે હવા પ્રદુષણ ઓછું થયું. અમારે ત્યાં પાણી પણ ઘણું પ્રદુષિત હતું. અમે નર્મદાનું પાણી બધે પહોંચાડ્યું. જો આપણે શુદ્ધ પાણી પહોંચાડીશું તો સ્વાસ્થ્યની ચિંતા નહીં રહે. અમે નવ હાજર ગામોના નર્મદાનું પાણી પાઇપ થકી પહોંચાડી શકીએ છીએ. અને પાઇપ પણ ઘણી મોટી સાઇઝ છે. જે આઠ દશ વર્ષોમાં કર્યું છે. જે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી શકે છે.

ગુજરાત પહેલું રાજ્ય છે કે જેણે ફોર્ટિફાઇડ નમક, તેલનું કામ કર્યું અને તેનો અમને લાભ પણ મળી રહ્યો છે. જેટલી આશ્યકતા હોસ્પિટલની છે, હેલ્થ સેક્ટરમાં હ્યુમન ડેવલોપમેન્ટની જરૂર છે અને આ તમામ વાતો પર ફોકસ કરીએ તો આ દેશને આરોગ્યની દિશામાં નવી ઉંચાઇએ પહોંચાડી શકીએ છીએ.

આપણે ત્યાં નવજાત બાળકોની મૃત્યું વધી રહ્યાં છે, સગર્ભાનું મોત વગેરે ગરીબોને સહન કરવું પડે છે. આપણા સામે અનેક ત્રસ્ત છે અને એ સમાધાન આઝાદીના આટલા વર્ષો પછી પણ ચિંતા કરાવે છે તો આપણે આપણા માટે વિચારવું પડે તેમ છે. આરોગ્યના સંબંધમાં દેશે એક સર્વગ્રાહી નીતિ બનાવીને સામાન્ય માનવીને સસ્તી આરોગ્ય સેવા કેવી રીતે મળે તે દિશામાં હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં હેલ્થ એસ્યોરેન્સ મળે તે અંગે વિચારવું પડશે.

નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી પુણે પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સમર્થકોની ભારે ભીડ જમા થઇ ગઇ હતી અને તેથી મોદીએ એરપોર્ટ પર જ એકઠી થયેલી મેદનીને સંબોધવી પડી હતી. આ તકે મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

આ તકે મોદીએ કહ્યું કે, રાષ્ટ્રએ વિવિધ પાર્ટીઓની સરકારોને જોઇ છે. કોમ્યુનિસ્ટ, કોંગ્રેસ, રિજનલ પાર્ટી અને ભાજપની સરકાર. રાષ્ટ્રે દરેક પાર્ટીઓના વિકાસ મોડલને પણ જોયું છે અને તેઓ જાણે છે કઇ પાર્ટી આવશે તો શું થશે. હું રાજકિય પંડિતોને કહેવા માગુ છું કે તેઓ એક પેરામિટર તૈયાર કરે અને પછી જુએ કે કઇ પાર્ટીના નેતૃત્વ હેઠળ કયા રાજ્યમાં કેવા કામો થયા છે. અને આ ચકાસવામાં આવ્યા બાદ એ પ્રશ્ન ક્યારેય સામે નહીં આવે કે તેઓ ભાજપને વિજેતા બનાવવા માગે છે કે નહીં. ભાજપે વિકાસ કર્યો છે. ભાજપને જ્યારે પણ લોકોની સેવા કરવાની તક મળી છે, ભાજપે લોકોના આશા આંકાક્ષાને પરિપૂર્ણ કરવાના યથાયોગ્ય પ્રયાસો કર્યા છે.

English summary
Narendra Modi Inaugurates Deenanath Mangeshkar Super Speciality Hospital at Pune.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X