અડવાણીના ચેલાએ મોદીને સરમુખત્યાર અને રાજનાથને લુચ્ચુ શિયાળ ગણાવ્યા

અડવણીના સલાહકારોમાં સામેલ સુધીન્દ્ર કુલકર્ણીએ પોતાના લેખમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહને લુચ્ચું શિયાળ ગણાવ્યા છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે રાજનાથમાં જ્યોતિષે ઉભો કરેલો ભ્રમ છે કે તેઓ વડાપ્રધાન બની શકે છે. કુલકર્ણીએ જણાવ્યું કે તેમને પાક્કો વિશ્વાસ છે કે 85 વર્ષના હોવા છતાં આજે પણ અડવાણીમાં પાર્ટી અને દેશ માટે યોગદાન આપવાની ઘણી ક્ષમતા છે.
આ સાથે તેમણે અડવાણીના મોદી વિરોધને પણ યોગ્ય ગણાવી દીધો છે. તેમણે દાવો કર્યો કે ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ પોતાના રાજીનામા પત્રમાં પાર્ટીની જે ટીકાઓ કરી છે તે સત્ય છે. એવી સ્થિતિ પાર્ટીમાં છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે "પાર્ટીમાં એક તરફ સરમુખત્યાર (નરેન્દ્ર મોદી)ની તાજપોશીની વાત થઇ રહી છે અને બીજી તરફ સંપૂર્ણ લોકતાંત્રિક (અડવાણી)ને હાંશિયામાં ધકેલી દેવામાં આવી રહ્યા છે અને તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે."
કુલકર્ણીએ એમ પણ જણાવ્યું કે એક આત્મકેન્દ્રીત નેતા કે જેમના મનમાં પાર્ટી સંગઠન અને પોતાના રાજ્યમાં લાંબા સમયથી રહેલા પાર્ટીના સહયોગીઓ પ્રત્યે કોઇ પ્રકારની ચિંતા જોવા મળી રહી નથી. તેઓ અચાનક ભાજપની રાષ્ટ્રીય યોજનામાં આટલી શક્તિશાળી વ્યક્તિ બની ગયા છે અને બીજી તરફ નિ:સ્વાર્થ સેવા સાથે દાયકાઓ સુધી કઠોર મહેનત કરનારાને બેકાર અવશેષ માનીને અવગણવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
