મોબાઇલ ગેમ 'મોદી રન'માં જુઓ નરેન્દ્ર મોદી કરે છે કેવી કમાલ!!!
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હંમેશા ચર્ચામાં રહે છે. નરેન્દ્ર મોદીની વિકાસ પુરુષની ધીર ગંભીર છબીએ તેમને વધારે લોકપ્રિય બનાવ્યા છે. આજે દેશમાં સામાન્ય માણસને એમ થઇ ગયું છે કે હવે જો દેશની કમાન નરેન્દ્ર મોદીને સૌંપવામાં આવે તો તેઓ દેશની નાની મોટી બધી જ સમસ્યાઓનો ઝટપટ ઇલાજ કરી શકશે.
આ તો થઇ સામાન્ય માણસના નજરિયા અને રાજકારણની વાત. આપણા નરેન્દ્ર મોદી એક અન્ય કારણથી પણ ચર્ચામાં છે. આ બાબત છે કે અનેક લોકો મોદીને દોડતા, ઉડતા, છલાંગો લગાવતા જોઇ રહ્યા છે. મોદીની આ સ્ટાઇલથી લોકો ઇમ્પ્રેસ થયા છે અને તેમના વિશે ચર્ચા કરી રહ્યા છે. જો કે આ નરેન્દ્ર મોદી વાસ્તવિક જીવનના નહીં પણ નાનકજી મોબાઇલ સ્ક્રીનના 'મોબાઇલ મોદી' છે.
અમે વાત કરી રહ્યા છે એન્ડ્રોઇડ મોબાઇલ ગેમના હીરો નરેન્દ્ર મોદીની. નરેન્દ્ર મોદી આ ગેમમાં સુપર હીરો છે અને તેમાં તમામ પ્રકારની બદીઓ સામે લડી રહ્યા છે અને દેશને બચાવી રહ્યા છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થયેલી આ મોબાઇલ ગેમનું નામ છે 'મોદી રન'. આવો જાણીએ આ મોબાઇલ ગેમ વિશે....

નરેન્દ્ર મોદી પર નવી મોબાઇલ ગેમ
નરેન્દ્ર મોદી સુપર હીરો છે અને તેઓ તમામ પ્રકારની બદીઓ સામે લડી રહ્યા છે અને દેશને બચાવી રહ્યા છે. આ બધું જ થઇ રહ્ગૂયું છે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થયેલી નવી મોબાઇલ ગેમમાં. આ મોબાઇલ ગેમનું નામ છે 'મોદી રન'.

કોણે બનાવી 'મોદી રન'?
ગૂગલ પ્લે સ્ટોર પર થોડા સપ્તાહ પહેલા જ આ ગેમ લોન્ચ કરવામાં આવી છે. 'મોદી રન'ને બનાવનારી કંપની ડેક્સાટી છે.

આ કોઇ પ્રાયોજિત ગેમ નથી
'મોદી રન'ને બનાવનારી કંપની ડેક્સાટીનું કહેવું છે કે આ ગેમ ભાજપ કે નરેન્દ્ર મોદીએ સ્પોન્સર કરી નથી. તેને માત્ર મનોરંજનના હેતુથી બનાવવામાં આવી છે.

મોદી કેવી રીતે પાર કરે છે અવરોધો
આ મોબાઇલ ગેમમાં મોદી પોતાના માર્ગમાં આવતા તમામ અવરોધોને દોડતા, ઉડતા, છલાંગો લગાવીને પાર કરતા જોવા મળે છે.

મોદીનું ભવિષ્ય રમનારાના હાથમાં
જેમ રાજનેતાઓનું ભવિષ્ય મતદારોના હાથમાં હોય છે તેમ અહીં પણ નરેન્દ્ર મોદીનું ભવિષ્ય ગેમ રમનારાના હાથમાં છે.

ગેમ કેવી રીતે કરે છે કામ
રમનાર નરેન્દ્ર મોદીને મુશ્કેલીઓમાંથી પાર કરાવી શકે છે અથવા ડરાવી શકે છે. જો કે આ ગેમમાં નરેન્દ્ર મોદી પોતાની સામે આવનારી દરેક મુસીબતોને હસતા હસતા પાર કરી જાય છે.

ગેમમાં કેટલા લેવલ છે?
આ ગેમમાં કુલ 12 લેવલ છે. આ લેવલ્સને ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, રાજસ્થાન, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આસામ અને મધ્યપ્રદેશ એવા નામ આપવામાં આવ્યા છે.

રાજ્યો પ્રમાણે જુદા જુદા પડકાર
નરેન્દ્ર મોદીએ આ તમામ રાજ્યોમાં આવતા પડકારોને દોડતા પાર કરવાના છે અને બેલેટ બોક્સ સુધી પહોંચવાનું છે. તમામ રાજ્યોમાં એટલે કે લેવલમાં અલગ અલગ પડકારોનો સામનો નરેન્દ્ર મોદીએ કરવાનો છે.

મોબાઇલ ગેમ્સમાં મોદી એકલા નથી
સ્માર્ટ ફોન પર ઉપલબ્ધ મોબાઇલ ગેમ્સમાં માત્ર મોદી એકલા નથી. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પણ મોબાઇલ સ્ક્રીન પર પહોંચી ગયા છે. મોદીની જેમ કેજરીવાલે પણ દોડવું પડે છે. કેજરીવાલના માર્ગમા્ં બેઇમાન નેતા, પોલીસ બેરિકેડ, વેટર કેનન વગેરે જેવા અવરોધો આવે છે. જો કે ગ્રીડી ગેમ મીડિયા અનુસાર આ ગેમ આમ આદમી પાર્ટીની અનુમતિ અને મદદથી બનાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
