For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની મહત્વની પહેલઃ સચિવો સીધા કરી શકશે વાત

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્ર સરકારના તમામ વિભાગોના સચિવો સાથે એકસાથે મુલાકાત કરી. તેમણે આ બેઠકમાં સચિવોને કહ્યું કે મુદ્દાઓનું નિરાકરણ લાવવા તેઓ મારી સાથે સીધો સંપર્ક કરો. કોઇપણ વડાપ્રધાનની સચિવો સાથે પોતાની તરફથી આ પહેલી સીધી બેઠક હતી, જે લગભગ ત્રણ કલાક ચાલી. આ બેઠક થકી મોદીનો ઉદ્દેશ્ય પારદર્શી, ત્વરિત અને પ્રભાવી રાજકાજ પર દબાણ આપતા નિર્ણયોમાં નોકરશાહોને મોટી ભૂમિકા આપવાનો છે.

narendra-modi
સૂત્રો અનુસાર નિર્ણયો અને કાર્યક્રમોનું અમલીકરણ લાલ ટેપમાં અટકે નહીં તે સુનિશ્ચિત કરવા માટે તેમણે સચિવોને કહ્યું કે, તે મુદ્દાઓનું સમાધાન અથવા ત્વરિત નિર્ણય માટે સૂચનો અથવા હસ્તક્ષેપની જરૂર હોય તો સીધા તેમને ફોન કરે અથવા ઇમેઇલ કરે. નોંધનીય છેકે આ એવી પહેલી બેઠક હતી, જે કોઇ વડાપ્રધાન દ્વારા એકપણ મંત્રીની અનઉપસ્થિતિમાં તમામ સચિવો સાથે બેઠક કરી છે. જેમાં મોદીએ પ્રારંભિક સંબોધન બાદ સચિવોને મુદ્દાઓ ઉઠાવવા કહ્યું. અંદાજે 25 સચિવોએ પોતાને આધિન આવનારા ક્ષેત્રવાર મદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી. સૂત્રોએ કહ્યું છેકે, મોદીની આ બેઠક વિચાર વિમર્શ રાજકાજને અધિક પ્રભાવી બનાવવા પર કેન્દ્રિત રહ્યું.

આ બેઠકમાં દેશના 77 ટોચના અધિકારીઓ ઉપસ્થિત હતા, જેમાં નાણા સચિવ અરવિંદ માયારામ, ગૃહ સચિવ અનિલ ગોસ્વામી, રક્ષા સચિવ રાધાકૃષ્ણ માથુર તથા વિદેશ સચિવ સુજાતા સિંહ સામેલ છે. સૂત્રોએ કહ્યું કે, સંબંધિત મંત્રાલયોને એકસાથે લાવીને 16 સમુહો બનાવવામાં આવ્યા છે. નાણા મંત્રાલય સાથે તમામ વિભાગોને એક સાથે જોડવામાં આવ્યા, જ્યારે ઉર્જા સાથે જોડાયેલા વિભાગો, વિજળી, કોલસા, તેલ, ખાણ અને પરમાણું ઉર્જાને એકસાથે રાખવામાં આવ્યા છે.

English summary
PM Narendra Modi Meets Top Bureaucrats, Asks Them Make Government People-Friendly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X