મોદી જણાવે કે અંબાણી સાથે તેમનો શું સંબધ છે: કેજરીવાલ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે ગેસના વધેલા ભાવ પર તેઓ પોતાની ચુપ્પી તોડે. કેજરીવાલે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર લખ્યું છે કે મોદીએ ગેસના વધેલા ભાવ પર પોતાની ચુપ્પી તોડવી જોઇએ.

કેજરીવાલે આગળ જણાવ્યું છે કે તેમણે એટલે કે મોદીએ એ પણ ખુલાશો કરવો જોઇએ કે મુકેશ અંબાણી અને અદાણી સાથે તેમનો અને તેમની પાર્ટીનો શું સંબંધ છે. કેજરીવાલે આ બધા સવાલો ટ્વિટર પર કર્યા છે. જોકે કેજરીવાલ આ પહેલા એક ટીવી ચેનલને આપેલા ઇન્ટર્વ્યૂમાં પણ મોદી અને કોંગ્રેસ પર પ્રહારો કરી ચૂક્યા છે.

arvind kejriwal
કેજરીવાલે પેટ્રોલિયમ અને પાકૃતિક ગેસ મંત્રી એમ વીરપ્પા મોઇલી અને રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ અને તેના પ્રમુખ મુકેશ અંબાણીની વિરુધ્ધ દેશમાં પ્રાકૃતિક ગેસની કથિત કાળાબજારી માટે પોલીસમાં ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો.

કેજરીવાલે ટ્વિટર પર લખ્યું છે કે શું 2014ની સામાન્ય ચૂંટણી આમ આદમી પાર્ટી અને મુકેશ અંબાણીના બે એજન્ટ રાહુલ અને મોદીની વચ્ચે લડવામાં આવશે? જોકે કેજરીવાલે તો પોતાના એક ઇન્ટર્વ્યૂમાં દેશની તમામ નાનીમોટી પાર્ટીઓને ભ્રષ્ટ ગણાવી દીધી હતી.

English summary
Narendra Modi and Rahul Gandhi are Agent of Mukesh Ambani said Arvind kejriwal.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.