બેનિયાબાગમાં રેલીની મંજૂરી નહીં, સત્યાગ્રહ કરશે ભાજપ

Google Oneindia Gujarati News

વારાણસી, 8 મેઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની બેનિયાબાગની રેલીને અનુમતિ નહીં આપવામાં આવતા રાજકારણ ગરમાયું છે. ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ વારાણસીના નિર્વાચન અધિકારીની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ કરતા કહ્યું છેકે બેનિયાબાગમાં મોદીની રેલીને અનુમતિ નહીં આપવા વિરુદ્ધ તેઓ અને અમિત શાહ ગુરુવારે બીએચયુ બહાર ધરણા પર બેસશે અને સત્યાગ્રહ કરશે, બીજી તરફ દિલ્હીમાં હર્ષવર્ધન સહિતના ભાજપી નેતાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

arun-jaitley-varanasi
વારાણસીમાં જેટલીએ કહ્યું કે, રિટર્નિંગ અધિકારીની નિષ્પક્ષતા પર તેમને માત્ર શંકા જ નથી પરંતુ વિશ્વાસ થઇ ગયો છે. તેમણે મુખ્ય ચૂંટણી અધિકારીને રિટર્નિંગ અધિકારીને હટાવવાની માંગ કરી છે.

અરૂણ જેટલીએ કહ્યું કે, રિટર્નિંગ અધિકારી રાજકીય કારણોથી પ્રેરિત થઇને નિષ્પક્ષ કાર્યવાહી કરી રહ્યાં નથી અને મુખ્ય ચૂંટણી અધિકારી તેના પર મુક દર્શન બની જાય એ મને આશ્ચર્ય પમાડે છે. મેં આ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે. જેટલીએ ચૂંટણી પંચને રિટર્નિંગ અધિકારીને તત્કાળ હટાવવાની માંગ કરી છે. સુરક્ષાના ખોટા કારણોનો હવાલો આપીને મોદીની રહેલી રોકવામાં આવી રહીછે. મે ચૂંઠણી પંચને ત્રણ પત્રો લખ્યાં છે પરંતુ તેમના તરફથી એકપણ પત્રનો જવાબ આપવામા આવ્યો નથી.

જેટલીએ આરોપ લગાવ્યો છેકે વારાણસી લોકસભા બેઠકથી ચૂંટણી અધિકારી તરીકે કામ કરનારા ડીએમ રેલી માટે સુરક્ષા મંજૂરી આપવાના સંદર્ભમાં અવિશ્વસનીયતાનું બહાનું બનાવી રહ્યાં છે. રેલી કોઇપણ ઉમેદવારનો અધિકાર છે. જેટલીએ આરોપ મુક્યો છેકે વારાણસીમા મતદાનની ટકાવારી ઓછી કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. લોકો સુધી ચૂંટણી પંચના પર્ચા પહોંચ્યા નથી. એટલું જ નહીં પર્ચા વેંચવાને લઇને ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.

જેટલીએ કહ્યું કે, તેઓ ગુરુવારે સવારે 11 વાગ્યે અમિત શાહ સાથે બીએચયુ પાસે લંકા ગેટ પર ધરણા પર બેસશે અને વિરોધ પ્રદર્શન કરશે. સાથે જ તેમણે કહ્યું કે, દિલ્હીમાં ચૂંટણી પંચના કાર્યાલયની બહાર ભાજપનું દિલ્હી યુનિટ પ્રદર્શન કરશે. જેટલીએ કહ્યું કે, વારાણસીમાં મોદીની રેલીને અનુમતિ નથી આપવામાં આવી. તેવામાં મોદીનું હેલિકોપ્ટર બીએચયુ સ્થિત હેલીપેડ પર ઉતરશે. ત્યારબાદ મોદી શહેર સ્થિત ભાજપના ચૂંટણી કાર્યાલયે જશે. નોંધનીય છેકે, મોદીનો શુક્રવારે સાંજે બેનિયાબાગમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાનો કાર્યક્રમ છે. આ પહેલા તે વારાણસીના ગ્રામિણ વિસ્તાર રોહાનિયામાં એક રેલીને સંબોધિત કરશે.

English summary
local administration denying permission to Bharatiya Janata Party Prime Ministerial candidate Narendra Modi to hold a large rally citing security concerns.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X