For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના 5 વર્ષ સૌથી દર્દનાક અને વિનાશકારીઃ મનમોહન સિંહ

મોદીના 5 વર્ષ સૌથી દર્દનાક અને વિનાશકારીઃ મનમોહન સિંહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પૂર્વ પીએમ મનમોહન સિંહે રવિવારે ભારતીય અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી હોવાની આશંકા જતાવતા મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. એટલું જ નહિ, તેમણે પીએમ મોદી પર પુલવામા હુમલા બાદ પેદા થયેલ હાલાતથી નિપટવામાં તેમના કમિટમેન્ટને લઈને પણ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે મોદીની પાકિસ્તાન વિરોધી નિતીઓ પર પણ સવાલ ઉઠાવ્યા.

મોદી પર મનમોહનનો અત્યાર સુધીમાં સૌથી મોટો હુમલો

મોદી પર મનમોહનનો અત્યાર સુધીમાં સૌથી મોટો હુમલો

પીટીઆઈને આપેલ ઈન્ટર્વ્યૂમાં મનમોહન સિંહે કહ્યું છે કે, "પીએમ મોદીનું શાસન ભારતીય યુવાનો, ખેડૂતો વેપારીઓ અને તમામ લોકતાંત્રિક સંસ્થાઓ માટે બહુ દર્દનાક અને વિનાશકારી હતું. " મોદીના કાર્યકાળ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો બોલતાં મનમોહન સિંહે કહ્યું કે પાછલા પાંચ વર્ષમાં દેશમાં અકાપ્નીય રીતે ભ્રષ્ટાચાર થયો છે. તેમણે ફરી એકવાર દાવો કર્યો છે કે નોટબંધી આઝાદ ભારતનું સૌથી મોટું કૌભાંડ હતું. મનમોહન સિંહે એમ પણ દાવો કર્યો કે યૂપીએ સરકાર તપાસ માટે તૈયાર રહેતી હતી. તેમણે પીએમ મોદીની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો પર રહસ્યપૂર્ણ અને બિનજવાબદાર વલણ અપનાવવાનો આરોપ પણ લગાવ્યો છે.

રાષ્ટ્રવાદના મુદ્દા પર પણ પ્રહાર

રાષ્ટ્રવાદના મુદ્દા પર પણ પ્રહાર

રાષ્ટ્રવાદને ભાજપે ચૂંટણી એજન્ડામાં પ્રમુખતાથી ઉઠાવવાને લઈને પણ તેમણે એમ કહીને પ્રહાર કર્યો કે, ભાજપ દરરોજ એક નવો નેરેટિવ શોધી રહ્યું છે. આનાથી રાષ્ટ્રીય સુરક્ષાને લઈ તેમના દેવાળિયાપણાની ખબર પડે છે. મનમોહન સિંહે મોદી સરકારની પાકિસ્તાન પૉલિસી પર પણ આકરો પ્રહાર કરવાની કોશિશ કરી છે. તેમણે આને લાપરવહી અને વારંવાર બદલાવવાળી ગણાવી. તેમણે મોદી પર કટાક્ષ કર્યો કે તેઓ પહેલા બોલાવ્યા વિના જ પાકિસ્તાન ચાલ્યા ગયા અને પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલાની તપાસ માટે કપટી આઈએસઆઈને બોલાવી લાવ્યા.

રાજીવ ગાંધી પર પીએમ મોદીના નિવેદન પર રાહુલ-પ્રિયંકા ગુસ્સે રાજીવ ગાંધી પર પીએમ મોદીના નિવેદન પર રાહુલ-પ્રિયંકા ગુસ્સે

પુલવામા બાદ ફિલ્મ શૂટિંગ કરી રહ્યા હતા મોદી

પુલવામા બાદ ફિલ્મ શૂટિંગ કરી રહ્યા હતા મોદી

મનમોહન સિંહે મોદીના કમિટમેન્ટ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે આરોપ લગાવતા કહ્યું કે આ વાત બહુ પરેશાન કરનાર છે કે પુલવામા હુમલાના તુરંત બાદ કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટીની કોઈ બેઠક કરવાને બદલે મોદી જિમ કૉર્બેટ નેશનલ પાર્કમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. તેમણે પુલવામા હુમલાને બહુ મોટો ઈન્ટેલિજન્સ ફેલ્યર ગણાવ્યો અને કહ્યું કે આનાથી સરકારની આતંકવાદથી નિપટવાની તૈયારી માલૂમ પડે છે.

English summary
Modi's 5 years 'most traumatic, devastating': Manmohan Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X