કેન્દ્રમાં 2014ની ભાજપ સરકારનો પાયો ઉત્તર પ્રદેશમાં નંખાશે : અમિત શાહ

amit-shah
લખનૌ, 12 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અત્યંત ખાસ ગણવામાં આવતા અને ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન અમિત શાહ આજથી ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. તેમણે પોતાની મુલાકાત અંગે જણાવ્યું કે "વર્ષ 2014માં ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવશે તેનો મજબૂત પાયો ઉત્તર પ્રદેશમાં નંખાશે." નરેન્દ્ર મોદીન પ્રચાર સમિતીના પ્રમુખ બનાવ્યા બાદ આજે સૌની નજર તેમના ખાસ ગણાતા અને પાર્ટીના મહાસચિવ અમિત શાહ પર છે. અમિત શાહની ઉત્તર પ્રદેશ મુલાકાતનો હેતું રાજ્યમાં પાર્ટીને મજબૂત બનાવવા સાથે મોદી માટે ઉત્તર પ્રદેશમાં આધાર તૈયાર કરવાનો પણ છે.

આજે લખનૌ પહોંચીને મીડિયા સાથે વાતચીતમાં અમિત શાહે જણાવ્યું કે 'પાર્ટીના પ્રભારી બન્યા બાદ હું યુપીમાં પહેલીવાર આવ્યો છું અને પાર્ટીના કાર્યકરોએ મારું જોરદાર સ્વાગત કર્યું છે તેમનો હું ખૂબખૂબ આભાર માનું છું. ભાજપ 2014માં જે સરકાર બનાવશે તેનો મજબૂત પાયો ઉત્તર પ્રદેશમાંથી નાખશે.'

શાહને અંદાજે એક મહિના પહેલા ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે નિમવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં આ તેમની પ્રથમ મુલાકાત છે. આજે અમિત શાહ લખનૌમાં પ્રદેશ ભાજપના નેતાઓ સાથે મુલાકાત ગોઠવવાના છે. આ મુલાકાતમાં તેઓ આવનારી લોકસભા ચૂંટણી 2014 માટે રણનીતિ તૈયાર કરશે. અમિત શાહ આ માટે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને પણ મળશે.

અમિત શાહની લખનૌ મુલાકાત 2 દિવસની રહેશે. આ દરમિયાન તેઓ પાર્ટીના જુદા જુદા એકમોના પ્રભારીઓ, નેતાઓ અને કાર્યકરો સાથે અલગ અલગ બેઠકો યોજશે. બુધવારે સાંજે યોજાઇ રહેલી પદાધિકારીઓને બેઠકમાં પણ તેઓ હાજરી આપશે.

એમ પણ માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહ ઉત્તર પ્રદેશના અગ્રણી નેતાઓને તેમના ઘરે જઇને મળશે. તેઓની મુલાકાત યાદીમાં વરિષ્ઠ નેતા કલરાજ મિશ્ર, સાંસદ લાલજી ટંડન અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X