મોદીએ દૂતાવાસ હુમલા બાદ રાજદૂત સાથે કરી વાત
નવી દિલ્હી, 23 મેઃ ભારતના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત અમર સિન્હા સાથે વાત કરી ભારતીય વાણિજ્ય દૂતાવાસના કર્મચારીઓને સહાયતાનું આશ્વાસન આપ્યું છે, જ્યાં બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. આ જાણકારી શુક્રવારે એક અધિકારીએ આપી છે.

અકબરુદ્દીને કહ્યું, ‘‘મોદીએ હેરાતમાં વાણિજ્ય દૂતાવાસના બહાદૂર કર્મચારીઓને હર સંભવ સહાયતા આપવાનું આશ્વાસન આપ્યું છે.'' નોંધનીય છેકે, શુક્રવારે સવારે વાણિજ્ય દૂતાવાસ પર ત્રણ બંદૂકધારીઓએ હુમલો કર્યો. હુમલાખોરો જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા છે.












Click it and Unblock the Notifications
