For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ઓનલાઇન વેચાશે મોદીની ગરમ ચા

|
Google Oneindia Gujarati News

લખનઉ, 9 જાન્યુઆરી: દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારથી સોશિયલ મીડિયા પર મળી રહેલી ટક્કર અને આપની વધતી શાખને પગલે ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થકોએ તેમને ટક્કર આવા માટે નવો ઉપાય અપનાવ્યો છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર અરવિંદ કેજરીવાલથી મળી રહેલા પડકારને ઝિલવા માટે મોદી સમર્થકોએ 'મોદીની ચા' વેચવાનો રસ્તો અપનાવ્યો છે.

જમીન સાથે જોડાયેલા મોદીને લોકોની વચ્ચે ઝડપથી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાની ટીમ જોરદાર ફોર્સથી કામ કરી રહી છે. આપને ટક્કર આપવા માટે મોદીએ પણ સામાન્ય માર્ગ અપનાવ્યો છે. મોદી સમર્થકોએ મોદીની ચા નાથી નવી વેસસાઇટ લૉન્ચ કરી છે. ફેસબુક, ટ્વિટર, બ્લોગ્સ અને પોર્ટલ બાદ ભાજપ સમર્થકોએ નમો ચા પાર્ટી ડોટ કોમના નામથી એક નવી વેબસાઇટ લૉન્ચ કરી છે. વેબસાઇટના નામથી જ સ્પષ્ટ થઇ રહ્યું છે કે તેમાં મોદીના શરૂઆતી જીવનના આધારે તેમની છબીને ચમકાવવાની કોશીશ કરવામાં આવી રહી છે. મોદીની આ નવી વેબસાઇટ થકી લોકોને જોડાવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ વેબસાઇટને ખોલતા જ હોમ પેજ પર નરેન્દ્ર મોદી ભીડને સંબોધીત કરતી ઘણી બધી તસવીરો જોવા મળશે. ત્યારબાદ ગરમ ચાના ગ્લાસની કેટલીક તસવીરો મૂકવામાં આવી છે. ત્યારબાદ ચાના ગ્લાસની વચ્ચે 272 પ્લસ લખેલું દેખાય છે. આ વેબસાઇટનું સ્લોગન સૌના વિચાર, સૌના પ્રયાસ, સૌના વિકાસ, એકમત ભારત છે.

modi tea
આ વેબ સાઇટ પર જુદા જુદા સેક્શન દ્વારા મોદીને વડાપ્રધાન બનાવવા અને ભાજપ શાસિત પ્રદેશોની ખાસિયતો વિસ્તારમાં બતાવવામાં આવી છે. તેમાં એક સેક્શન 'આવો કરીએ ચા પર એક ચર્ચા પોતાના દેશના નામે' પણ છે. આ વેબસાઇટ દ્વારા મોદીને ગામે ગામથી જોડવાની અને તેમની છબીને લોકોની લાગણીઓથી જોડવાની કોશીશ કરવામાં આવી રહી છે.

આ વેબસાઇટમાં ભાજપ તરફી ઘણા સમાચારો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વેબસાઇટ પરની તમામ અપડેટ અને સમાચારો મેળવવા માટે 08030636365 પર મિસ્ડ કોલ મારીને રજિસ્ટ્રેશન કરાવવાની પણ સુવિધા છે.

English summary
BJP Prime Minsterial Candidates Narendra Modi supporters starts a new website namochaiparty.com.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X