For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થરૂર-સુનંદા તો મોદીના છે જૂના દુશ્મન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sunanda-pushkar-shashi
વિવાદ કેટલાક લોકોનો પીછો છોડવાનું નામ જ લેતું નથી. તે જ્યાં જાય છે ત્યાં વિવાદ પહોંચી જાય છે. વિવાદ પડછાયાની માફક તેમનો સાથ છોડતો નથી. તે શ્વાસ પણ લે તો પણ હંગામો મચી જાય છે. આવું કંઇક કેબિનેટ મંત્રી શશિ થરૂર, તેમના ટ્વિટ અને તેમની પત્ની સુનંદા પુષ્કર સાથે થાય છે. ફરી એકવાર તેઓ વિવાદના કારણે મુખ્ય સમાચારમાં આવી ગયા છે.

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી રેલીમાં થરૂરની પત્ની સુનંદા પુષ્કરને પચાસ કરોડની ગર્લફ્રેંડના નામથી સંબોધિત કરી હતી જેનો વળતો પ્રહાર કરતાં થરૂરે ટ્વિટર પર લખ્યું છે કે મોદીજી મારી પત્ની 50 કરોડથી પણ વધારે મૂલ્યવાન છે તે અણમોલ છે પરંતુ તમે સમજી શકશો નહી કારણ કે તમે કોઇને પ્રેમ કરવાના લાયક નથી.

હવે આ વિવાદોની જંગ ક્યાં પહોંચે છે તે તો આવનાર સમય જ નક્કી કરશે પરંતુ તમને જણાવી દઇએ કે શશી થરૂરના આવા બેબાક ટ્વિટના કારણે પૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદી આજે લંડનમાં બેઠા છે. તે ભારત આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. તેમની આવી જુબાની જંગના કારણે શશી થરૂરને કેબિનેટથી દૂર કરવામાં આવ્યાં હતા. તેમના ટ્વિટર પરના બફાટના કારણે દેશમાં 70 કરોડનો આઇપીએલ ગોટાળો સામે આવ્યો હતો.

ભૂતકાળમાં શશી થરૂર અને લલિત મોદીની ટ્વિટર જંગ વિશે તમે જણાવી દઇએ. બન્યું એમ હતું કે આઇપીએલ કમિશ્નર લલિત મોદીએ ટ્વિટર પર બધાને કહ્યું હતું કે થરૂરે કોચ્ચી ટીમની ખરીદી માટે તેમના પર દબાણ કર્યું હતું. તેનું કારણ એ હતું કે તેમની પ્રેમિકા એટલે હાલની તેમની પત્ની સુનંદા પુષ્કર જે કોચ્ચીની ટીમ ખરીદવા માંગતી હતી. શશી થરૂર તેમને આગળ કરીને ટીમ પર પૈસા લગાવી રહ્યાં હતાં.

શશી થરૂરે લલિત મોદીના આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને લલિત મોદીને જ ફસાવી દિધા હતા, હોબાળો મચ્યો અને લલિત મોદીની આઇપીએલમાંથી અને શશી થરૂરની કેબિનેટમાંથી બાદબાકી થઇ ગઇ. ફરી એકવાર થરૂર અને મોદી વચ્ચે જંગ ચાલૂ છે આ જંગ ગુજરાતના નરેન્દ્ર મોદી અને શશી થરૂર વચ્ચેની છે. તે પણ સુનંદાને લઇને જંગ જામી છે, તો જોઇએ આ વખતે આ જંગ ત્રણને કયા સ્થાને લઇ જાય છે.

English summary
Modi ji MY wife is Priceless said Shashi Tharoor on Twitter. Modi, Tharror, Pushkar and Twitter, are Old Enemies, But How, Please read this Story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X