મોદીએ માગ્યા ચૂંટણી ઢંઢેરા માટે જનતાના સૂચનો
ગાંધીનગર, 22 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પોતાની પાર્ટી માટે આગામી લોકસભા ચૂંટણીના મેનિસ્ટો માટે જાહેર જનતાને સૂચનો આપવા જણાવ્યું છે. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે કે 'તમારો અવાજ, તમારો મેનિફેસ્ટો! આવનારી 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીના મેનિફેસ્ટો માટે આપને સૂચનો આપવાનો આગ્રહ કરું છું, આવો સાથે મળીને એક સારા ભારત માટે કામ કરીએ!'
નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં બીજેપીઇલેક્શનમેનિફેસ્ટો http://www.bjpelectionmanifesto.com નામની આ વેબસાઇટ પણ આપેલી છે આ વેબસાઇટ પર જઇને આપ પણ બીજેપીના ચૂંટણી ઢંઢેરા માટે સૂચનો આપી શકો છો. આપ અહી પોતાનું નામ, ઇમેઇલ આઇડી, કેટેગરી આપ્યા બાદ 500 શબ્દોમાં પોતાનો સૂજાવ આવી શકશો.

મંદિર અને કાશ્મીર મુદ્દે પણ મોકલો સૂચનો
ગયા શુક્રવારે બીજેપીએ મેનિફેસ્ટોને લઇને પહેલીવાર બેઠક કરી હતી. આ બેઠક બાદ મેનિફેસ્ટો સમિતિના અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ જણાવ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ, અનુચ્છેદ 370ને સમાપ્ત કરવા અને સમાન નાગરિક કાનૂન બનાવવાના મુદ્દા પર તે કોઇ સમજૂતિ નહી કરે તથા નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લડાનારી 2014ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોમાં આ વિષય અભિન્ન અંગ બની રહેશે.
બેઠક બાદ જોશીએ જણાવ્યું હતું કે 2014ની ચૂંટણી માટે બીજેપીનો મેનિફેસ્ટો જનતાની ભાગીદારીથી બનાવવામાં આવશે અને આના માટે સમાજના દરેક વર્ગ પાસે અભિપ્રાય માગવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે જનતાના અભિપ્રાયો બાદ રામ મંદિર, અનુચ્છેદ 370, સમાન નાગરિક સંહિતા, રામ સેતુ, ગંગા અને ગાય વગેરે વિષયો પર સમિક્ષા કરવામાં આવશે.
|
Your voice, your manifesto!
Your voice, your manifesto!
|
લોકોના સૂચનો...
બીજેપીને લોકોના સૂચનો...
|
લોકોના સૂચનો
બીજેપીને લોકોના સૂચનો...
|
લોકોના સૂચનો...
બીજેપીને લોકોના સૂચનો...
|
લોકોના સૂચનો...
મોદીને મળ્યા લોકોના સૂચનો...
|
Your voice, your manifesto!
Your voice, your manifesto!
|
Your voice, your manifesto!
Your voice, your manifesto!












Click it and Unblock the Notifications
