મોદી નામનો 'હીરો' આજે મુંબઇમાં, સંબોધશે હીરાના વેપારીઓને!
મુંબઇ, 30 સપ્ટેમ્બર: રવિવારે નવી દિલ્હીમાં વિશાળ રેલીનું આયોજન કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે મુંબઇ તરફ પ્રયાણ કરવાના છે. મોદી અત્રે હીરાના કારોબારીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન પદના ઉમેદવાર બાદ મોદીની આ પહેલી મુંબઇયાત્રા છે.
રિપોર્ટો અનુસાર મુંબઇમાં મોદીની કોઇ રેલી પ્રસ્તાવિત નથી. તે સાંજે ચાર વાગ્યે દેશની આર્થિક રાજધાની પહોંચશે. મોદી બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં મુંબઇ ડાયમંડ મર્ચેન્ટ એસોસિએશનના ડાયમંડ હોલનું ઉદઘાટન કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ ઉમેદવાર જાહેર કરાયા બાદ નરેન્દ્ર મોદીએ આગામી ચૂંટણી માટે ભાજપ તરફથી જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. પીએમ પદની ઉમેદવારી મળ્યા બાદ મોદીએ અત્યાર સુધી રાજસ્થાન, દક્ષિણ ભારત, દિલ્હીમાં પોતાની સભા સંબોધી ચૂક્યા છે, અને આજે મુંબઇ ખાતે તેઓ સંબોધવા જઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
