• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મેડિસન સ્ક્વેર ગાર્ડને મોદીને પણ બનાવ્યા Rock Star

By Kumar Dushyant
|

નરેન્દ્ર મોદી માટે વ્હાઇટ હાઉસના પૂર્વ સલાહકાર અને અત્યારે પ્રિંસટન યૂનિવર્સિટીમાં પ્રોફેસલ એલેન ક્રેયૂગરે 'રૉકસ્ટાર' શબ્દનો ઉપયોગ કર્યો છે. તેમના અનુસાર અમેરિકામાં નરેન્દ્ર મોદીની રાહ એ પ્રમાણે જોવામાં આવી રહી છે જેમ કે કોઇ રૉકસ્ટારની રાહ જોવામાં આવતી હોય.

નરેન્દ્ર મોદી એક રાજકારણી હોય પરંતુ એક એવી વાત તેમના સાથે જોડાવવા જઇ રહી છે, જે તેમણે એલવિસ પ્રેસ્લે, માયકલ જૅક્સન અને એનરિકે ઇગ્લેશિયસની કેટેગરીમાં લાવીને ઉભા કરી દે છે.

ન્યૂયોર્કનું મેડિસન સ્ક્વેર ગાર્ડન, જ્યાં નરેન્દ્ર મોદી 28 સપ્ટેમ્બરના રોજ 20,000 એનઆરઆઇને સંબોધિત કરશે, દુનિયામાં પ્રેસ્લે, જૅક્સન, એનરિકે, બ્રિટની સ્પીયર્સ, મડોના, યૂટૂ, સર એલટન જૉન જેવા ઘણા મહાન કલાકારોના કૉન્સર્ટ્સનો સાક્ષીનો બની ચૂક્યો છે.

આ ઉપરાંત મેડિસન સ્ક્વેર ગાર્ડન પર મોહંમદ અલી, રોજર ફેડરર, નોવાક ડીજોકોવિક અને આમના જેવી ઘણી હસ્તીઓ મેચ પણ થઇ ચૂક્યાં છે. આવો તમને લઇ જઇએ, આ મેડિસન સ્ક્વેર ગાર્ડનની ટૂર પર. જાણો ન્યૂયોર્કના વિશ્વ પ્રસિદ્ધ આ જગ્યા વિશે કેટલીક વાતો.

 પહલો જ શો હાઉસફુલ

પહલો જ શો હાઉસફુલ

નરેન્દ્ર મોદી કદાચ ક્યારેય આ પળને ભૂલી શકશે નહી કારણ કે પ્રથમ એવા ભારતીય રાજનેતા છે જેમના નામ પર મેડિસન સ્ક્વેર ગાર્ડન હાઉસફુલ થઇ રહ્યું છે.

360 ડિગ્રી ફરે છે સ્ટેજ

360 ડિગ્રી ફરે છે સ્ટેજ

મેડિસન સ્ક્વેર ગાર્ડનના જે સ્ટેજ પરથી મોદીનું ભાષણ થશે, તે ધીરે-ધીરે ફરતું રહે છે. કહેવામાં આવે છે કે જ્યાં સુધી મોદી પોતાનું ભાષણ ખતમ કરી લેશે, આ સ્ટેજ 360 ડિગ્રી ફરી ચુક્યું હશે.

 આજે પણ લોકોના મજગમાં જિવંત

આજે પણ લોકોના મજગમાં જિવંત

31 ઓક્ટોબર વર્ષ 1936ના રોજ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રૈકલિન ડી રૂજવેલ્ટ દ્વારા અહીં રાષ્ટ્રપતિની ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં એક એવું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું જેની ભૂમિકા વર્લ્ડ વૉર ટૂને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું.

 અમેરિકાના ચોથા રાષ્ટ્ર્પતિ

અમેરિકાના ચોથા રાષ્ટ્ર્પતિ

મેડિસન સ્ક્વેર ગાર્ડનનું નામ અમેરિકાના ચોથા રાષ્ટ્રપતિ જેમ્સ મેડિસનના નામ પર પડ્યું. શરૂઆતમાં મેડિસન સ્ક્વેર ગાર્ડનના બે વેન્યૂ હતા પ્રથમ સન 1879 થી 1890 સુધી અને બીજું વર્ષ 1890 થી 1925 સુધી. ત્રીજું મેડિસન સ્ક્વેર ગાર્ડન ન્યૂયોર્કના 8મા એવન્યૂ પર 49મા અને 50મી સ્ટ્રીટ પર વર્ષ 1925 થી 1968 વચ્ચે શરૂ થયું.

 એમએસજીના નામથી પણ જાણીતું

એમએસજીના નામથી પણ જાણીતું

જ્યાં નરેન્દ્ર મોદીની ઇવેંટ થવાની છે તે ચોથું મેડિસન સ્ક્વેર ગાર્ડન છે. તેને એમએસજી એટલે કે ફક્ત ધ ગાર્ડનના નામથી પણ ઓળખવામાં આવે છે. ન્યૂયોર્ક શહેરના મેનહેટ્ટનમાં વસેલું આ મલ્ટીપર્પઝ ઇંડોર એરિના છે. તેની શરૂઆત 11 ફેબ્રુઆરી 1968માં થઇ હતી.

 બાસ્કેટબૉલ અને આઇસ હૉકીનું મુખ્ય સ્થળ

બાસ્કેટબૉલ અને આઇસ હૉકીનું મુખ્ય સ્થળ

મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં આમ તો ઘણા પ્રકારના કાંસર્ટ્સ હોય છે પરંતુ તેને મુખ્યત: બાસ્કેટબૉલ, આઇસ હૉકીની સાથે-સાથે બૉક્સિંગ માટે પ્રસિદ્ધિ પ્રાપ્ત છે.

 અત્યાર સુધી સૌથી મોંઘુ સ્ટેડિયમ

અત્યાર સુધી સૌથી મોંઘુ સ્ટેડિયમ

તેના કંસ્ટ્રક્શન પર લગભગ 1.1 બિલિયન ડોલર ખર્ચ કરવામાં આવ્યો હતો અને મેડિસન સ્ક્વેર ગાર્ડનને દુનિયાના 10 મોંઘા સ્ટેડિયમ વેન્યૂઝમાં સ્થાન પ્રાપ્ત છે.

મોદી બાદ કરશે પરફોર્મ

મોદી બાદ કરશે પરફોર્મ

નરેન્દ્ર મોદીના 28 સપ્ટેમ્બરના રોજ જ્યારે કાંસર્ટ ખત્મ થઇ જશે ત્યારેબાદ અહીંયા લેટિન અને ઇંગ્લિશ ગાયક અને યુવાઓના ફેવરિટ એનરિકે અને રેપર પિટબુલનો શો થવાનો છે.

 બે વખત થયું રિનોવેશન

બે વખત થયું રિનોવેશન

મેડિસન સ્ક્વેર ગાર્ડનને બે વખત રિનોવેશન કરવામાં આવ્યું છે. પ્રથમ વાર તેનું રિનોવેશન વર્ષ 1991માં થયું હતું અને તે સમયે લગભગ 200 મિલિયન ડોલર ખર્ચ આવ્યો હતો. ત્યારબાદ માલિકોએ તેમાં 89 સૂઇટ્સને સામેલ કર્યો હતો. તો બીજી તરફ વર્ષ 2014માં પણ રિનોવેટ કરવામાં આવ્યું અને આ વખતે તેનો ખર્ચ 805 મિલિયન ડોલર આવ્યો.

 ન્યૂયોર્ક રેંજર્સનું ઘર

ન્યૂયોર્ક રેંજર્સનું ઘર

મેડિસન સ્ક્વેર ગાર્ડન એક વર્ષમાં લગભગ 320 ઇવેંટ્સને હોસ્ટ કરે છે. આ ઉપરાંત આ નેશનલ હૉકી લીગની ન્યૂયોર્ક રેંજર્સનું ઘર પણ છે.

 બૉક્સિંગના ઇતિહાસનો મહત્વપૂર્ણ ભાગ

બૉક્સિંગના ઇતિહાસનો મહત્વપૂર્ણ ભાગ

મેડિસન સ્ક્વેર ગાર્ડનને બૉક્સિંગના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ ગણવામાં આવે છે. આ તે જગ્યા છે જ્યાં ઐતિહાસિક બૉક્સર મોહંમદ અલી અને જો ફ્રેજિયર વચ્ચે બૉક્સિંગની કૉમ્પિટીશન થઇ હતી.

 64 વાર કરી ચૂક્યાં છે પરફોર્મ

64 વાર કરી ચૂક્યાં છે પરફોર્મ

સર એલ્ટન જૉનનો ઉલ્લેખ અહીં થનાર દરેક ઇવેંટમાં થાય છે. સર જૉનના નામે મેડિસન સ્ક્વેર ગાર્ડન પર 64 શો કરવાનો રેકોર્ડ નોંધાયેલો છે.

 મેડિસન બન્યું સાક્ષી

મેડિસન બન્યું સાક્ષી

જાણીતા રૉક બેંદ બીટલ્સના ફાઉંડર મેંબર્સમાંથી એક જાણીતા સાંગરાઇટર અને સિંગર જૉન લેનને વર્ષ 1975માં પોતાના રિટાયરમેંટ પહેલાં મેડિસન સ્ક્વેર ગાર્ડન પર જ પોતાનો અંતિમ કાંસર્ટ (સંગીત જલસો) રજૂ કર્યો હતો.

 વર્ષ 1971નો તે ક્યારેય ન ભૂલી શકનાર કાંસર્ટ

વર્ષ 1971નો તે ક્યારેય ન ભૂલી શકનાર કાંસર્ટ

મશહૂર ગિટારિસ્ટ જૉર્જ હેરિસનનો બાંગ્લાદેશ માટે એક ખાસ કાંસર્ટ (સંગીત જલસો) અહીં યોજાયો હતો. આ તે સંગીત જલસો હતો જેમાં લોકોને સિતાર વાદક પંડિત રવિશંકર અને જૉર્જ હેરિસન વચ્ચે પ્રથમવાર જુગલબંધી જોવા મળી હતી.

જૅક્સને કમાયા હતા 15 મિલિયન ડોલર

જૅક્સને કમાયા હતા 15 મિલિયન ડોલર

વર્ષ 2001માં જ્યારે માયકલ જૅક્સને પોતાના 30 વર્ષ પુરા કર્યા તો તેમણે અહીં બે સ્પેશિયલ કાંસર્ટ રાખ્યા હતા. સાત અને 10 ડિસેમ્બરના રોજ કાંસર્ટના માધ્યમથી તેમણે લગભગ 15 મિલિયન ડોલર કમાયા હતા. તેમના કાંસર્ટની એક ટિકિટની કિંમત લગભગ 5,000 અમેરિકન ડોલર હતી.

WWEનો મનપસંદ વેન્યૂ

WWEનો મનપસંદ વેન્યૂ

ચાર માર્ચના રોજ અહીંયા વર્લ્ડ ટેનિસ ડેના અવસર પર એંડી મુરે અને નોવાક જોકોવિચ વચ્ચે મેચનું આયોજન થયું હતું. આ ઉપરાંત મોટાભાગે ડબ્લૂયડબ્લૂયઇના મેચ પણ અહીંયા આયોજિત થાય છે.

English summary
Know all about Madison Square Garden where Narendra Modi will address NRIs on 28th September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more