મોદીની પાઠશાળા: છ મહિનામાં વિકાસનો રોડમેપ તૈયાર કરે સાંસદ
નવી દિલ્હી, 28 જૂન: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદના સૂરજકુંડમાં વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાઠશાળા શરૂ થઇ ગઇ છે. નરેન્દ્ર મોદીએ દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદઘાટન કર્યું. સંસદીય તથા લોક વ્યવહાર, મીડિયા મેનેજમેન્ટ અને સોશિયલ મીડિયાને લઇને ભાજપે પ્રથમવાર પસંદ કરવામાં આવેલા પાર્ટીના લગભગ 195 સાંસદોને ટ્રેનિંગ આપ્વા માટે બે દિવસીય ઓરિએટેંશન કાર્યક્રમનું આયોજન કર્યું છે. સૂરજકુંડના હોટલ રાજહંસમાં પાઠશાળાના ઉદઘાટન સત્ર ને સંબોધિત કરતાં વડાપ્રધાનમંત્રીએ સાંસદોને સલાહ પણ આપી, ચેતાવણી અને સલાહ આપી. સાંસદોને નમોમંત્રમાં વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિમ્ન પ્રમુખ બિંદુઓ પર પોતાને કેન્દ્રિંત કરવા માટે કહ્યું.
1. છ મહીનામાં વિકાસનો રોડમેપ તૈયાર કરો.
2. પોત-પોતાના ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપે સાંસદ.
3. ટ્રેનિંગના સમાચાર લીક ન કરે સાંસદ.
4. ટ્રાંસફર-પોસ્ટિંગની ભલામણથી બચે સાંસદ.
5. વિધાનસભા ચૂંટણીમાં પણ લોકસભા જેવું પ્રદર્શન કરવું છે.
6. સંસદીય આચરણનું પાલન કરે બધા સાંસદો.
આ દરમિયાન ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ મંચ પર હાજર રહે. આ ટ્રેનિંગ સત્રની ખાસ વાત એ છે કે પ્રથમવાર સાંસદ બનેલા નરેન્દ્ર મોદીએ પહેલીવાર સાંસદ બનેલા 195 ભાજપ નેતાઓને નમો મંત્ર આપ્યો. નવા ચૂંટાયેલા ભાજપ સાંસદોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લગભગ 40 સાંસદ છે જ્યારે લગભગ 30 મહિલાઓ એવી છે જે પહેલીવાર સાંસદ બની છે.
ભાજપના ટોચના નેતા તથા અનુભવી સાંસદ પહેલીવાર સાંસદ બનેલા નેતાઓને ટ્રેનિંગ આપશે. પ્રમુખ વક્તા નેતાઓમાં અરૂણ જેટલી અને લાલકૃષ્ણ અડવાણી પણ સામેલ છે.
બે દિવસના આ કાર્યક્રમમાં સાંસદોને એ પણ જણાવવામાં આવશે કે તે સાંસદ સ્થાનિય ક્ષેત્ર વિકાસ ભંડોળ હેઠળ આપવામાં આવતી રકમનો ઉપયોગ જનહિતમાં કેવી કરે. આગામી 7 જૂલાઇથી શરૂ થનાર સંસદ બજેટ સત્રથી પહેલાં આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી રવિવારે સમાપન સમારોહને સંબોધિત કરશે.
બે દિવસના કાર્યકાળમાં કુલ 11 સત્ર હશે જેને વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી રજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતા સંબોધિત કરશે. ભાજપની આ ખાસ કાર્યશાળામાં ભાગ લેનાર બધા સાંસદોએ એક-એક હજાર રૂપિયાનો ચાર્જ પણ લેવામાં આવ્યો છે. આ ટ્રેનિંગ કેમ્પમાં રહેવા અને ખાવા-પીવાની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જમવાનું શાકાહારી જ મળશે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
પોતાના મતવિસ્તારમાં જનહિતના કામ કરે. પાર્ટીના સંદેશોને આમ પ્રજા સુધી પહોંચાડવા માટે મીડિયા, ખાસ કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે

આ બિંદુઓ પર મૂક્યો ભાર
સંસદીય પ્રક્રિયાઓ સંબંધી પુસ્તકને ભગવત ગીતાની માફક લે તથા સદનના પીઠાસીન સભાપતિની પરવાનગીના કશું ન કરે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
સારી સંસદીય પદ્ધતિઓ અને સારા સાર્વજનિક જીવનને જીવે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
જો કોઇપણ સમસ્યા હોય તો સીધો મારી સાથે સંપર્ક કરે તથા મીડિયા સાથે ચર્ચા કરવામાં સમય વિતાવવાના બદલે જનતા સાથે સંવાદ કરે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
બધી સાંસદ પોતાના માટે કોઇ એક વિષય પસંદ કરે અને તેના પર અધ્યન કરે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
ભ્રષ્ટાચાર અને અહંકારથી દૂરી બનાવે આપણે સરકારના સારા કામોની સૂચના જનતા સુધી પહોંચાડવાની છે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
સાંસદ રાજ્યોના વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપે, ટ્રેનિંગના કોઇ સમાચાર લીક ના કરે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
સાંસદ હોવું મહત્વપૂર્ણ વાત છે, લોકોની અપેક્ષાઓ તમારી સાથે જોડાયેલી હોય છે. સદનમાં પરંતુ સદનની બહાર પણ તમારા વ્યવહાર પર બધાની નજર રહે છે.

આ બિંદુઓ પર મૂક્યો ભાર
મિશન અને વિઝનની સાથે કામ કરે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
