Mohammad Azharuddin : મોહમ્મદ અઝહરુદ્દીનને તેલંગાણામાં MLC તરીકે નામાંકિત કરાયા
Mohammad Azharuddin : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરુદ્દીનને તાજેતરમાં તેલંગાણા કેબિનેટ દ્વારા વિધાન પરિષદ (MLC)ના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. આ સન્માન મળ્યા બાદ તેમણે ગર્વની લાગણી વ્યક્ત કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે આ તક આપવા બદલ કોંગ્રેસના ઉચ્ચ નેતાઓનો આભાર માન્યો. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કે.સી. વેણુગોપાલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
આ ઉપરાંત તેમણે તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી, નાયબ મુખ્યમંત્રી મલ્લુ ભટ્ટી વિક્રમાર્ક, તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ મહેશ કુમાર ગૌડ અને તેલંગાણાના AICC પ્રભારી મીનાક્ષી નટરાજનનો પણ તેમના સમર્થન અને માર્ગદર્શન માટે આભાર માન્યો.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની અધ્યક્ષતામાં યોજાયેલી તેલંગાણા કેબિનેટની બેઠકમાં એમ. કોદંડરામને પણ રાજ્યપાલ ક્વોટામાંથી MLC તરીકે નામાંકિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નામોની ભલામણ રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માને મોકલવામાં આવી છે.












Click it and Unblock the Notifications
