For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોહન ભાગવતે કહ્યુ - જે સમાજને હિંસા પસંદ છે, એ આજે પોતાના અંતિમ દિવસો ગણી રહ્યા છે

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે હિંસાથી કોઈનુ હિત નથી થતુ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે હિંસાથી કોઈનુ હિત નથી થતુ. ભાગવતે બધા સમાજના લોકોને સાથે લાવવા અને માનવતાની રક્ષાની વાત કહી. હાલના દિવસોમાં જે રીતે દેશના અલગ-અલગ ભાગોમાં હિંસાના સમાચારો સામે આવ્યા છે તેને લઈને ભાગવતનુ આ નિવેદન સામે આવ્યુ છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આ સાથે જ સિંધી સંસ્કૃતિ અને તેની ભાષાને સંરક્ષિત રાખવાની વકીલાત કરી અને કહ્યુ કે દેશમાં સિંધી વિશ્વ વિદ્યાલયની સ્થાપના થવી જોઈએ. ભારત એક બહુભાષીય દેશ છે જ્યાં બધી ભાષાઓનુ પોતાનુ મહત્વ છે.

bhagwat

મોહન ભાગવતનુ આ નિવેદન મહારાષ્ટ્રમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આવ્યુ છે. ભાગવતે કહ્યુ કે અમરાવતી જિલ્લાના સિંધી સમાજના લોકો દેશના અલગ-અલગ ભાગોમાંથી આવે છે અને આ કાર્યક્રમમાં ભાગ લે છે. ભાગવતે કહ્યુ કે હિંસાથી કોઈનો ફાયદો નથી થતો. જે સમાજને હિંસા પસંદ છે એ દેશમાં અંતિમ દિવસો ચાલી રહ્યા છે. જે લોકો અહિંસાને માને છે, શાંતિ પ્રિય છે એ જ અહીં રહેશે. આપણે હંમેશા અહિંસાને અપનાવવી જોઈએ અને શાંતિપ્રિય રીતે રહેવુ જોઈએ. આના માટે જરુરી છે કે બધા સમાજના લોકો એક થાય અને માનવતાની રક્ષા કરે. આપણે સહુએ આ કામ પ્રાથમિકતા સાથે કરવાની જરુર છે.

હાલમાં જ રામનવમી અને હનુમાન જયંતિના પ્રસંગે દેશના અલગ-અલગ ભાગોમાં હિંસાના સમાચારો અને ટકરાવના સમાચારો સામે આવ્યા હતા. લગભગ અડધા ડઝન રાજ્યોમાં ત્યાં સુધી કે ભાજપ શાસિત રાજ્યો ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. સિંધી સમાજના યોગદાનને યાદ કરીને ભાગવતે કહ્યુ કે અમુક સિંધી પાકિસ્તાનમાં જ રહ્યા જેથી તે પોતાની સંસ્કૃતિ અને ભાષાને ત્યાં સંરક્ષિત કરી શકે, ઘણા ભારત આવ્યા જેથી તે અહીં પોતાની સંસ્કૃતિની રક્ષા કરી શકે, આ લોકોએ પોતાની જમીન આના માટે છોડી દીધી.

English summary
Mohan Bhagwat says society to which violence is dear is now counting its last days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X