Who is Mohan Yadav: મધ્ય પ્રદેશને મળ્યા નવા મુખ્યમંત્રી, જાણો કોણ છે મોહન યાદવ?
Who is Mohan Yadav: મધ્ય પ્રદેશમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સનો આખરે આઠ દિવસ બાદ અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવારના રોજ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા મોહન યાદવને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.

મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી એ મોહન યાદવને રાજ્યના અલગ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. શિવરાજ સિંહ ચૌહાણ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા દિગ્ગજ નેતાઓને મુખ્યમંત્રીની રેસમાંથી હટાવીને મોહન યાદવ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, કોણ છે મોહન યાદવ? - Who is Mohan Yadav
ઉજ્જૈનમાં થયો હતો મોહન યાદવનો જન્મ - મોહન યાદવનો જન્મ 25 માર્ચ, 1965ના રોજ ઉજ્જૈનમાં થયો હતો. તેમના પિતાનું નામ પૂનમચંદ યાદવ છે. ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા યાદવ બે પુત્ર અને એક પુત્રીના પિતા છે. તેમણે રાજકીય વિજ્ઞાનમાં B.Sc., L.L.B., M.A, M.B.A અને Ph.D કર્યું છે.
- Who is Mohan Yadav: કોણ છે મોહન યાદવ
- ડૉ. મોહન યાદવ એક ભારતીય રાજકારણી છે. મોહન યાદવ ઘણા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ મધ્યપ્રદેશના જાણીતા નેતા છે.
- મોહન યાદવ શિવરાજ કેબિનેટમાં શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે.
- મોહન યાદવ 2013 થી મધ્ય પ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકે ઉજ્જૈન દક્ષિણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
- મોહન યાદવનો જન્મ 25 માર્ચ 1965ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. રાજનીતિ ઉપરાંત મોહન યાદવ એક બિઝનેસમેન તરીકે પણ ઓળખાય છે.
- મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023માં મોહન યાદવે કોંગ્રેસના ઉમેદવાર ચેતન પ્રેમનારાયણ યાદવને 12,941 મતોથી હરાવ્યા હતા.
- તેમને કુલ 95,699 વોટ મળ્યા. આ બેઠક પર તેમનો આ સતત ત્રીજો વિજય હતો.
- ઉજ્જૈન દક્ષિણ મતવિસ્તાર, જે માલવા ઉત્તર ક્ષેત્રનો ભાગ છે અને ઉજ્જૈન લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. આ બેઠક 2003થી ભાજપનો ગઢ છે.
- મોહન યાદવની રાજકીય કારકિર્દી
- મોહન યાદવની રાજકીય કારકિર્દી 2013માં ધારાસભ્ય તરીકેની પ્રથમ ચૂંટણીથી શરૂ થઈ હતી. મોહન યાદવ 2013માં પહેલીવાર ઉજ્જૈન દક્ષિણ સીટથી ધારાસભ્ય બન્યા હતા.
- ધારાસભ્ય બન્યા પહેલા 2018ની મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મોહન યાદવ ફરી એક વાર ચૂંટાયા અને ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.
- 2 જુલાઈ, 2020 ના રોજ, મોહન યાદવે શિવરાજ સિંહ ચૌહાણની આગેવાની હેઠળની મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
- 11 ડિસેમ્બર, 2023ના રોજ, બીજેપીએ તેમને મધ્યપ્રદેશના આગામી મુખ્યમંત્રી જાહેર કર્યા છે.












Click it and Unblock the Notifications
