For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ આજે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

ભારતીય હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, કોંકણ-ગોવા, દક્ષિણ ગુજરાત અને કર્ણાટકમાં આજે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, કોંકણ-ગોવા, દક્ષિણ ગુજરાત અને કર્ણાટકમાં આજે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે અને આના કારણે આ રાજ્યોમાં 24 કલાકની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન, ઉત્તરકાશી, ટિહરી, પૌડી, નૈનીતાલ, બાગેશ્વર અને પિથારોગઢમાં ભારે વરસાદની વાત કહી છે. વળી, એમપી માટે પણ કહ્યુ છે કે આજે અહીંના 14 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. તેમાં ઈંદોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર અને ચંબલના ઘણા જિલ્લા શામેલ છે.

rain

તમને જણાવી દઈએ કે 24 કલાકમાં કોલારસમાં 120 મિમી વરસાદ થયો છે. પ્રદેશમાં કોલસર બાદ સૌથી વધુ વરસાદ નીમચમાં થયો. અહીં 90 મીમી પાણી વરસ્યુ છે. વિભાગે આજે કર્ણાટક, દક્ષિણ ગુજરાત, ઓડિશા અને કોંકણ-ગોવામાં પણ ભારે વરસાદની વાત કહી છે અને અહીંના લોકોને ચેતવણી આપવામાં આવી છે. વળી, હવામાન વિભાગે કહ્યુ છે કે હાલમાં સમગ્ર ભારતમાં મોન્સુન છવાઈ ગયો છે. ક્યાંક ક્યાંક તો પૂર જેવી સ્થિતિ હોવાની વાત કહી છે. હિમાચલપ્રદેશમાં પણ મોન્સુન સક્રિય થયા બાદ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો. કાંગડા તથા ઉનામાં પણ ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયુ છે.

globe image

તમે સેટેલાઈટ ઈમેજ દ્વારા વાદળોની યથાસ્થિતિ જાણી શકો છો. આ ફોટા ભારતીય હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવ્યા છે. મોન્સુન ફરીથી સક્રિય થતા સૌથી મોટો લાભ ખરીફના 20 લાખ હેક્ટર ઉભા પાકને તેનો લાભ મળશે. જ્યારે 10 લાખ હેક્ટરમાં ખરીફની વાવણી ઝડપથી થઈ શકશે.

English summary
Monsoon is likely to remain vigorous over Madhya Pradesh, Odisha, Gujarat, Uttarakhand and Himachal Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X