12 વર્ષોમાં પહેલી આટલુ મોડુ થયુ ચોમાસુ, જાણો શું છે તેનુ કારણ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે ચોમાસુ દેશમાં આટલી ધીમી ગતિએ આગળ વધી રહ્યુ છે.જાણો તેનુ કારણ.
પ્રચંડ ગરમીની માર ઝેલી રહેલ ભારતમાં આ વખતે ચોમાસુ પહેલેથી જ મોડુ આવ્યુ છે અને ત્યારબાદ તેની ચાલને ચક્રવાત 'વાયુ' એ પ્રભાવિત કરી દીધી છે. જેના કારણે તેની ચાલ વધુ ધીમી થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે ચોમાસુ દેશમાં આટલી ધીમી ગતિએ આગળ વધી રહ્યુ છે. જ્યાં સામાન્ય રીતે આ સમય સુધી દેશના બે તૃતીયાંશ ભાગ સુધી ચોમાસુ પહોંચી ચૂક્યુ છે. વળી આ વખતે માત્ર 10-15 ટકા ભાગ સુધી જ પહોંચી શક્યુ છે. જેના કારણે ચોમાસાના વરસાદમાં 44 ટકાનો ઘટાડો આવ્યો છે.

12 વર્ષોમાં પહેલી વાર આટલુ મોડુ આવ્યુ છે ચોમાસુ
ચોમાસાનુ મોડુ આવવુ, ચોમાસાનું સ્લો થવુ અને ચોમાસાના વરસાદમાં ઘટાડો આવવાથી અન્નદાતાઓ ચિંતિત થઈ ગયા છે, ચોમાસાની આ કાચબા ચાલથી ખેડૂતો ઘણા ચિંતામાં છે કારણકે ચોમાસુ મોડુ આવવાથી પાકમાં અને જલ્દી શરૂ થતા ખરીફ પાક પણ પ્રભાવિત થવાના અણસાર છે. એક તો ચોમાસુ મોડુ ઉપરથી પ્રી-મોન્સુન વરસાદ ન થવાથી પાક પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે.

ચક્રવાતે કર્યુ ચોમાસાને પ્રભાવિત
ચક્રવાતી તોફાન ‘વાયુ'ના કારણે પણ ચોમાસુ પ્રભાવિત થયુ. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ગોવામાં હજુ સુધી 59 ટકા વરસાદનો ઘટાડો નોંધવામાં આવ્યો છે જ્યારે પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં આ ઘટાડો 47 ટકા છે. રાષ્ટ્રીય હવામાન પૂર્વાનુમાન કેન્દ્રના જણાવ્યા મુજબ હવે ચોમાસુ ગુજરાત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશના અમુક ભાગો સુધી પહોંચી ચૂક્યુ છે. આઈએમડીના વૈજ્ઞાનિકોને મોનસુનની પ્રગતિ 4-5 દિવસોમાં ફરીથી વધવાની આશા છે.

મોનસુન આટલુ ધીમે આગળ વધ્યુ
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ વર્ષ 2007થી લઈને અત્યાર સુધીના મોનસુનમાં આ પહેલી વાર છે જ્યારે 18-19 જૂન સુધી મોનસુન આટલુ ધીમે આગળ વધ્યુ છે. વર્ષ 2013માં આની ગતિ સૌથી વધુ હતી જ્યારે 16 જૂન સુધી આખા દેશમાં મોનસુન પહોંચી ગયુ હતુ.

ક્યારે ક્યાં પહોંચશે મોનસુન?
મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં 20 જૂન બાદ જ મોનસુન પહોંચવાની સંભાવના છે. 25-26 જૂન સુધી ગુજરાત અને મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં મોનસુન પહોંચી શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, એમપીમાં તે 28-29 જૂન સુધી પહોંચી શકે છે. વળી, દિલ્લીમાં 1 જુલાઈ સુધી મોનસુન સક્રિય થઈ શકે છે.












Click it and Unblock the Notifications
