Monsoon : કેરળમાં 2 દિવસ વહેલા ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, આ તારીખે ગુજરાત પહોંચશે
ગરમીથી શેકાઈ રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ હોવાની હવામાન વિભાગે પુષ્ટી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, કેરળ અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું દસ્તક આપી ચૂક્યું છે, ચોમાસુ બે દિવસ વહેલા કેરળ પહોંચ્યું છે.

હવામાન વિભાગે માહિતી આપતાં કહ્યું કે, દક્ષિણ-પશ્ચિમના ચોમાસાએ કેરળમાં દસ્તક આપી છે અને આજે તે ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી ગયું છે અને તેથી જ હવે આ રાજ્યોમાં તમને ભારે વરસાદ જોવા મળશે.
જણાવી દઈએ કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1લી જૂન છે, ત્યારબાદ તે ઉત્તર તરફ આગળ વધે છે અને 5મી જૂન સુધીમાં તેની દિશા ઉત્તર-પૂર્વ ભારત તરફ રહે છે પરંતુ આ વખતે સમય પહેલા અહીં આગળ વધી શકે છે.
જણાવી દઈએ કે કેરળમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રી-મોન્સુન ગતિવિધિઓ ચાલી રહી હતી અને આ સમયે કેરળમાં ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
આ પહેલા હવામાન વિભાગે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થઈ રહેલા ચક્રવાત રેમલને કારણે આ વખતે ચોમાસું જલ્દી પહોંચશે અને આજે આ આગાહી સાચી સાબિત થઈ છે.
ભવિષ્યમાં પણ ચોમાસાની ગતિ આવી જ રહેશે એવી ધારણા છે અને અત્યારે તે ધીમી પડવાની કે અટકી જવાની કોઈ શક્યતા નથી. જેના કારણે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
