For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરમીથી જલદી જ મળશે રાહત, 8 જૂને મહારાષ્ટ્ર પહોંચશે ચોમાસું

ગરમીથી જલદી જ મળશે રાહત, 8 જૂને મહારાષ્ટ્ર પહોંચશે ચોમાસું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભીષણ ગરમી અને કોરોના સંકટનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે, ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ એક ખુશખબરી આપી છે, તેમણે કહ્યું કે ચોમાસું 1 જૂને કેરળ પહોંચી જશે અને આ મહારાષ્ટ્રમાં 8 જૂને દસ્તક આપી શકે છે અને ચોમાસા પહેલાની ગતિવિધઓ 30 મેથી શરૂ થઈ શકે છે, જે બાદ કેરળ અને મહારાષ્ટ્રમાં વરસાદનો સિલસલો શરૂ થઈ જશે, જેનાથઈ લકોને ગરમીથી રાહત મળશે.

8 જૂને મહારાષ્ટ્ર પહોંચશે ચોમાસું

8 જૂને મહારાષ્ટ્ર પહોંચશે ચોમાસું

ભારતીય હવામાન વિભાગ પુણેના વૈજ્ઞાનિક ડૉ અનુપમ કશ્યપીએ જણાવ્યું કે કેરળ તટ પર મોસમી ગતિવિધિઓ ઘણી અનુકૂળ છે, દક્ષિણ- પશ્ચિમી મૉનસૂન કેરળમાં 1 જૂે દસ્તક આપી શકે છે અને 31 મેથી 4 જૂન દરમિયાન દક્ષણ-પૂર્વ અને પૂર્વી- મધ્ય અરબી સમુદ્ર પાસે નીમ્ન દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે, આ વર્ષે ચોમાસું સામાન્ય રહે તેવી સંભાવના જતાવવામાં આવી રહી છે. જેનાથી ફાલનું ઉત્પાદન સારું થશે અને અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે.

હવામાન વિભાગે આ મોટી વાત કહી

હવામાન વિભાગે આ મોટી વાત કહી

અગાઉ હવામાન વિભાગે કહ્યું કે રાજધાની દિલ્હીમાં મૉનસૂનની સામાન્ય શરૂઆત 23 જૂનથી 27 જૂન વચ્ચે થશે જ્યારે બીજી તરફ મુંબઈ અને કોલકાતામાં મોનસૂન ક્રમશઃ 10 અને 11 જૂન વચ્ચે પહોંચશે પરંતુ હવે જ્યારે મૉનસૂન કેરળ અને મહારાષ્ટ્રમાં બે દિવસ પહેલા જ પહોંચી રહ્યું છે તો તેનું આગમન હવે દેશના અન્ય રાજ્યોમાં પણ પહેલું થશે, જો કે હવામાન વિભાગે હજી બીજા રાજ્યોમાં કઈ તારીખે ચોમાસું પહોંચશે તે જાહેર કર્યું નથી.

કેરળમાં યેલો અલર્ટ

કેરળમાં યેલો અલર્ટ

અરબી સમુદ્રમાં બની રહેલ લો પ્રેશરના કારણે કેરળના કેટલાય ભાગોમાં આગલા 3 દિવસ ભારે વરસાદ થઈ શકે છે. જેના કારણે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથૉરિટીએ સમુદ્રમાં ગુરુવારે રાતે તમામ ગતિવિધિઓ પર રક લગાવી દીધો છે. સાથે જ જે માછીમારો સમુદ્રમાં છે, તેમને પાછા આવવાનું કહી દેવાયું છે. હવામાન વભાગે માછીમારને 31 મેથી 4 જૂન સુધી સમુદ્રમાં જવાની મંજૂરી આપી નથી. કેરળ ઉપરાંત કર્ણાટક અને તેલંગાણામાં 30-31 મેના રોજ વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં 2 વવાઝોડાંનો ખતરો, હવામાન ખાતાએ એડવાઈઝરી બહાર પાડીગુજરાતમાં 2 વવાઝોડાંનો ખતરો, હવામાન ખાતાએ એડવાઈઝરી બહાર પાડી

English summary
Monsoon to arrive Maharashtra on 8th june says IMD
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X