મોન્સુન અપડેટઃ ગુજરાત, કોંકણ, ગોવા, ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના

આવતા 24 કલાક દરમિયાન ઉત્તર બંગાળની ખાડી અને આસપાસના પ્રદેશોમાં લો પ્રેશર ડેવલપ થવાની સંભાવના છે.

શ્રીગંગાનગર, અલવર, નઉગોંગ, સિધિ, અંબિકાપુર, ચઈબાસા, દિઘામાં વરસાદ હાલમાં સક્રિય છે ત્યારબાદ તે પૂર્વ દક્ષિણથી પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધશે.

rain

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસુ તેની હાલની સક્રિય સ્થિતિમાં યથાવત રહેશે અને આવતા 56 દિવસોમાં પણ સક્રિય રહેવાનું ચાલુ રહેશે. આવતા 24 કલાક દરમિયાન ઉત્તર બંગાળની ખાડી અને આસપાસના પ્રદેશોમાં લો પ્રેશર ડેવલપ થવાની સંભાવના છે.

"આવતા 45 દિવસોમાં મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં ચોમાસાની હાલની સ્થિતિ યથાવત રહે તેવી સંભાવના છે. ઉત્તરપશ્ચિમ ભારતમાં આજથી વરસાદ વધે તેવી શક્યતા છે. વળી, આવતા 23 દિવસોમાં ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદ ચાલુ રહેશે" તેમ તેમાં ઉમેરવામાં આવ્યુ હતુ.

આવતા 4 દિવસોમાં અરબ સાગર અને બંગાળની ખાડીના મોટાભાગના સ્થળોએ દરિયાની સ્થિતિ વધુ રફ થાય તેવી સંભાવના છે. પશ્ચિમ રાજસ્થાનમાં અમુક એક કે બે સ્થળોએ હિટ વેવની સ્થિતિ જોવા મળી હતી.

ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ ચોમાસામાં વરસાદની વહેંચણી મુજબ "ગુજરાતના અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ તેમજ અમુક દૂરના સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. કોંકણ અને ગોવામાં અમુક સ્થળોએ ભારે વરસાદ તેમજ દૂરના સ્થળોએ અતિ ભારે વરસાદ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ દરિયાકાંઠે, તેલંગાના અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ, જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પૂર્વ ઉત્તરપ્રદેશ, વિદર્ભ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, સૌરાષ્ટ્ર અને ક્ચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠે અને દક્ષિણ અંતરિયાળ કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદ પડી શકે છે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X