Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોન્સુન અપડેટઃ દ.પ. ચોમાસુ ઉત્તર ભારત પહોંચ્યુ, દિલ્હીમાં આવતા 24 કલાકમાં વરસાદ

ભારતીય હવામાન વિભાગે આવતા 24 કલાકમાં ભારતના ઉત્તર પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે આવતા 24 કલાકમાં ભારતના ઉત્તર પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ હતુ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.

rain

હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, પૂર્વ ઉત્તરપ્રદેશમાં વરસાદ અને થંડરશાવર્સ અનુભવાયા હતા તેમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ હતુ. દિલ્હીમાં હજુ ચોમાસાની શરૂઆત જાહેર થવાની બાકી છે.

ગુજરાતના કેટલાક વધુ ભાગો, પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, બિહાર અને ઝારખંડના બાકીના ભાગો, સમગ્ર મધ્યપ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ, પશ્ચિમ ઉત્તરપ્રદેશના મોટાભાગો, ઉતરાખંડા, હિમાચલપ્રદેશ, સમગ્ર જમ્મુ કાશ્મીર અને પંજાબના અમુક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ વધ્યુ છે તેમ ભારતીય હવામાન વિભાગે તેમના દૈનિક મોન્સુન રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

rain

આગામી 48 કલાકમા રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, હિમાચલપ્રદેશ અને પંજાબ, સમગ્ર હરિયાણા, ચંદીગઢ અને બાકીના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વધુ આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.

દરમિયાન સોમવારથી મુંબઈમાં પડેલા વરસાદના કારણે શહેરમાં અમુક જગ્યાએ પાણી ભરાઈ જવાથી જનજીવન ખોરવાયુ છે તેમજ જાનમાલને પણ નુકશાન થયુ છે. સાંતાક્રૂઝ ઓબ્ઝર્વેટરીએ આ વર્ષે પહેલી વાર 231.4 મીમી વરસાદ નોંધાવ્યો હતો.

મંગળવારે કોલકત્તામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે આવતા બે દિવસમાં હજુ વધુ વરસાદની આગાહી અહીં કરી છે.
દિલ્હીમાં ચોમાસાની સામાન્ય શરૂઆત 29 જૂન છે.

rain

ચોમાસુ જે ગયા સપ્તાહ સુધી નિષ્ક્રિય હતો તે ફરીથી જીવંત થતાં દેશના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ થયો છે. જો કે, સમગ્ર દેશમાં ચોમાસાની કુલ ઉણપ હજુ પણ 10 ટકા જેટલી ઓછી છે.

દેશના ચાર હવામાન વિભાગોમાંથી માત્ર દક્ષિણ દ્વીપકલ્પને જ 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ-ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની ખાધ અનુક્રમે 29 અને 24 ટકા છે.

દેશના 36 હવામાન પેટા વિભાગોમાંથી 24 પેટાવિભાગોને ઉણપ અને મોટાભાગે અપૂરતો વરસાદ મળ્યો છે. આનો અર્થ એ થયો કે દેશના 25 ટકાથી ઓછા ભાગમાં સામાન્ય અથવા વધુ પડતો વરસાદ પ્રાપ્ત થયો છે.

ભારતીય હવામાન વિભાગ મુજબ વર્ષ 2017 કરતા ભારતમાં વધુ સારુ ચોમાસુ થવાની સંભાવના છે. સમગ્ર દેશમાં જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી 96 થી 104 ટકા વચ્ચે સામાન્ય વરસાદની આશા રાખવામાં આવી રહી છે તેમ અધિકારીએ જણાવ્યુ હતુ.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં તેના નિયત સમય કરતાં ત્રણ દિવસ વહેલા 29 મે ના રોજ પહોંચ્યુ હતુ. તે અંતમાં છેલ્લા સપ્તાહે મંગળવારે દેશના પૂર્વીય ભાગોમાં આગળ વધ્યુ હતુ. હવામાન અધિકારીઓએ જણાવ્યુ કે ચોમાસાના સાતત્યમાં 10-12 દિવસનો વિરામ પડવો એ એક સામાન્ય ઘટના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X