મોન્સુન અપડેટઃ પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ એમપીમાં ભારે વરસાદની સંભાવના

પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે તેમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે.

પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે તેમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે.

monsoon

ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન મુજબ પૂર્વ મધ્યપ્રદેશ, ગુજરાત અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

ઉત્તરાખંડ, હરિયાણા અને ચંદીગઢ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, અંદમાન નિકોબાર ટાપુઓ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા તેમજ કર્ણાટક દરિયાકાંઠે ભારે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

globe

અંદમાન નિકોબાર ટાપુઓ પર પવનની ગતિ 35-45 કિમી પ્રતિ કલાકથી 55 કિમી પ્રતિ કલાકની થવાની સંભાવના છે. માછીમારોને અંદમાન નિકોબાર ટાપુઓ પર દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

પૂર્વ મધ્યપ્રદેશ અને તેની આસપાસના દક્ષિણપૂર્વ ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢમાંથી હવે લો પ્રેશર ઉત્તરપૂર્વ એમપી અને આસપાસમાં વિસ્તર્યુ છે. વળી, સાયક્લોનિક સર્ક્યુલેશન પણ દરિયાની સપાટીથી 7.6 કિમી સુધી આગળ વધ્યુ છે.

india

દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના ઉત્તરપૂર્વ અરબ સાગર પરનું મિડટ્રોફોસ્ફેરિક સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી 3.1 કિમીથી 7.6 કિમી ઉપર છે.
ચોમાસાનો પશ્ચિમ છેડો હવે ધીમે ધીમે દરિયાની સપાટીથી 1.5 કિમી ઉત્તર તરફ આગળ વધ્યો છે.

ઉપરની સિસ્ટમ અંતર્ગત આવતા 48 કલાકમાં મધ્ય ભારતમાં વધુ વરસાદ આવી શકે છે તેમજ 21 જુલાઈ આસપાસ ઉત્તર બંગાળની ખાડી પર લો પ્રેશર ડેવલપ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X