મોરારી બાપુએ શહીદોના પરિવારને આર્થિક મદદનું એલાન કર્યું
પુલવામાં હુમલામાં શહીદ જવાનોના પરિવારની મદદ માટે ઘણા લોકો સામે આવ્યા છે. ફિલ્મ અભિનેતાઓથી લઈને ક્રિકેટર અને ઘણા અધિકારીઓ ઘ્વારા તેમની મદદ કરવા માટે હાથ લંબાવવામાં આવ્યા છે.
પુલવામાં હુમલામાં શહીદ જવાનોના પરિવારની મદદ માટે ઘણા લોકો સામે આવ્યા છે. ફિલ્મ અભિનેતાઓથી લઈને ક્રિકેટર અને ઘણા અધિકારીઓ ઘ્વારા તેમની મદદ કરવા માટે હાથ લંબાવવામાં આવ્યા છે. પુલવામાં હુમલામાં શહીદ જવાનોના પરિવારની મદદ માટે હવે મોરારી બાપુ પણ સામે આવ્યા છે. તેમને આતંકી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને શહીદ જવાનોના પરિવારની આર્થિક મદદ કરવાનું પણ એલાન કર્યું છે.
આ પણ વાંચો: જાણો કેમ પુલવામામાં દેશ માટે જીવ ગુમાવનાર જવાનોને શહીદનો દરજ્જો મળી શકશે નહિ?

શહીદોના પરિવારને એક-એક લાખ રૂપિયાની મદદનું એલાન
મોરારી બાપુએ પુલવામાંમાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારને એક લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આતંકવાદી હુમલા ઉપર દુઃખ વ્યક્ત કરતાં, તેમણે કહ્યું કે પુલવામાં હુમલામાં 40 સૈનિકો શહીદ થયા છે. મોરારી બાપુએ પ્રત્યેક શહીદ પરિવારને 1 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા જવાનોને 25-25 હજાર રૂપિયા આપવાનું એલાન કર્યું છે.

ઘાયલોને 25 હજાર રૂપિયાની આર્થિક મદદ
મોરારી બાપુએ બધા લોકોને અપીલ કરી અને કહ્યું કે આ દુ: ખદ સમયમાં રાજનીતિ નહીં કરવી જોઈએ. દરેકને એકતા બતાવવી જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર આ બાબતે યોગ્ય પગલાં લેશે અને ભવિષ્યમાં આવા હુમલાઓને અટકાવવા માટે નક્કર પગલાં લેશે.

ઘણા લોકોએ શહીદોના પરિવારને મદદનું એલાન કર્યું
મોરારી બાપુ ઉપરાંત, ઘણાં લોકોએ શહીદોના પરિવારોની સહાય માટે જાહેરાત કરી છે. ક્રિકેટર મોહમ્મદ શામી, ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ, અભિનેતા અમિતાબ બચ્ચન અને બીજા ઘણા લોકોએ પુલવામાં આતંકવાદી હુમલાની નિંદા કરતા શહીદ પરિવારોની મદદ કરવાનું એલાન કર્યું છે.












Click it and Unblock the Notifications
