100 કરતા પણ વધારે સૈનિકો આર્મીના નામે વોટ માંગવા પર દુઃખી
8 પૂર્વ સેના પ્રમુખો સહીત 100 કરતા પણ વધારે સૈનિકોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચિઠ્ઠી લખી છે.
8 પૂર્વ સેના પ્રમુખો સહીત 100 કરતા પણ વધારે સૈનિકોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં તેમને ચિંતા વ્યક્ત કરી છે કે લોકસભા ચૂંટણીમાં સેનાના નામે વોટ માંગવામાં આવી રહ્યા છે. ચિઠ્ઠી અનુસાર હાલમાં જે સેના ઓપેરેશન કરવામાં આવ્યું તેના પર મતદાતાઓને વોટ આપવામાં અપીલ કરવામાં આવી રહી છે, જે ચિંતાજનક છે. ગઈ કાલે ગુરુવારે ચૂંટણીનો પહેલો તબક્કો શરુ થયો જયારે લોકસભાની 543 સીટો માંથી 91 સીટો પર પહેલા તબક્કાનું મતદાન કરવામાં આવ્યું.

'મોદીજી કી સેના પર' સૈનિકો નારાજ
જે ચિઠ્ઠી રામનાથ કોવિંદને લખવામાં આવી છે. તેમાં લખ્યું છે કે ભારતીય સેના તેમની વફાદારી હંમેશા લશ્કરી અને લોકશાહી મૂલ્યોને પર નાગરિક નિયંત્રણ લોકશાહી જેવા સિદ્ધાંતો રાખવામાં છે." આ પત્ર ઉપરાંત, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ (નિવૃત્ત) એસએફ રોડ્રીગ્સે અને જનરલ દિપક કપૂર ભૂતપૂર્વ એર ચીફ માર્શલ એનસી સુરી અને ભૂતપૂર્વ નેવી ચીફ સુરેશ મહેતા સહિતના કેટલાક વડાઓ, હસ્તાક્ષર કર્યા હતા. આ ચિઠ્ઠી મોડી રાત્રે મીડિયામાં જાહેર કરવામાં આવી જયારે પહેલા તબક્કાનું મતદાન થઇ ગયું હતું.
આ પણ વાંચો: જાણો કોને પાછળ છોડીને ફેસબુક પર 'મોસ્ટ પોપ્યુલર વર્લ્ડ લીડર' બન્યા નરેન્દ્ર મોદી?
આ ચિઠ્ઠીમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તે ટિપ્પણીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેમને ભારતીય સેનાને "મોદીની સેના" તરીકે ગણાવ્યું હતું. યોગી આદિત્યનાથે ગાઝીયાબાદની એક સભામાં આ ટિપ્પણી કરી હતી. ચિઠ્ઠીમાં જણાવવામાં આવ્યું કે આ ખુબ જ અસાધારણ છે અને બિલકુલ પણ ચલાવી લેવાય તેવું નથી કે રાજનેતા મિલિટરી ઓપરેશન જેવા સર્જીકલ સ્ટ્રાઇકનો શ્રેય લે અને તેને "મોદી કી સેના" ગણાવે. આપને જણાવી દઈએ કે ચૂંટણી પંચ સીએમ યોગીને આવનારા સમયમાં સતર્ક રહેવાની ચેતવણી આપી ચૂક્યું છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: સોનિયા ગાંધીના રોડ શોમાં ફરકાવાયા બે ઝંડા, જાણો કેમ?












Click it and Unblock the Notifications
