For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 કલાકમાં રેકોર્ડ 11 હજારથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત, પહેલી વાર ઘટ્યા સક્રિય દર્દી

દેશમાં જ્યાં કોરોના સંક્રમણ ઝડપથી વધવાથી ચિતાઓ વધી રહી છે, વળી, રિકવરી કેસોમાં પણ રાહત મળી છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં જ્યાં કોરોના સંક્રમણ ઝડપથી વધવાથી ચિતાઓ વધી રહી છે, વળી, રિકવરી કેસોમાં પણ રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 11 હજારથી વધુ કોરોના સંક્રમિત દર્દી રિકવર થયા છે. ત્યારબાદ દેશમાં કોરોના દર્દીઓને રિકવરી રેટ 47.4 પર પહોંચી ગયો છે. વળી, કોરોનાથી મોતનો દર 2.8 ટકા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ શનિવાર સુધી દેશમાં 1,73,763 કોરોના સંક્રમિત મળી ચૂક્યા છે અને 4971 મોત થઈ ચૂક્યા છે.

coronavirus

છેલ્લા 24 કલાકમાં 7964 નવા કેસ સામે આવ્યા છે અને 265 લોકોના મોત થયા છે. એક દિવસમાં આવેલા નવા કેસોનો આ રેકોર્ડ છે. આમ છતાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે. આનુ કારણ છે કે કાલથી આજ સુધી રેકોર્ડ 11 હજારથી વધુ દર્દી રિકવર થયા છે. શુક્રવારે સક્રિય કેસોની સંખ્યા 89,987 હતી. જ્યારે શનિવારે 86,422 છે. કોરોના વાયરસના સૌથી વધુ દર્દી મહારાષ્ટ્રથી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 62,228 સંક્રમિત દર્દી મળ્યા છે. આ મહામારીથી અત્યાર સુધી દેશમાં જે 4,971 મોત થયા છે. તેમાં 2,098 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે.

ત્યારબાદ ગુજરાતમાં 980 લોકોના જીવ ગયા છે. દિલ્લીમાં 398, મધ્ય પ્રદેશમાં 334, પશ્ચિમ બંગાળમાં 302, ઉત્તર પ્રદેશમાં 198 અને રાજસ્થાનમાં 184 લોકોના મોત થયા છે. દુનિયામાં આ વાયરસથી પીડિતોની સંખ્યા સાડા 60 લાખથી પાર પહોંચી ગઈ છે. વળી, આનાથી મરનારની સંખ્યા સાડા 3 લાખથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં સવા લાખથી વધુ નવા કેસ દુનિયામાં સામે આવ્યા છે. ત્યારબાદ દુનિયાભરમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 60,26,418 થઈ ગઈ છે. અત્યાર સુધી 3,66,421 લોકોનો મોત આખી દુનિયામાં કોરોનાના કારણે થઈ ચૂક્યા છે. કોરોના સંક્રમણ બાદ રિકવર થયેલા લોકોની સંખ્યા આખી દુનિયામાં 26,55,550 છે.

આ મહિલાએ 15 વર્ષ સુધી ફ્રિઝરમાં રાખ્યુ દાદીનુ શબ, કારણ જાણીને ચોંકી જશોઆ મહિલાએ 15 વર્ષ સુધી ફ્રિઝરમાં રાખ્યુ દાદીનુ શબ, કારણ જાણીને ચોંકી જશો

English summary
More than 11000 Indians recovered in last 24 hours recovery rate now 47 precent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X