moscow concert hall firing: રશિયાના સંકટ સમયે પડખે ઊભું રહ્યું ભારત, વડાપ્રધાન મોદીએ કહી આ વાત

moscow concert hall firing: રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 70 લોકોએ જીવ ગુમાવ્યા છે, અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ એટલે કે ISIS દ્વારા લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલામાં 5 આતંકવાદીઓ સામેલ હતા, જેમણે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો.

આ આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન સામે આવ્યું છે. આ સંદર્ભમાં વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, અમે મોસ્કોમાં ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના પીડિત પરિવારો સાથે છે. દુઃખની આ ઘડીમાં ભારત રશિયન ફેડરેશનની સરકાર અને લોકો સાથે ખડેપગે ઊભું છે.

moscow concert hall firing

અત્રે નોંધનીય બાબત છે કે, આ આતંકવાદી હુમલો શુક્રવારની સાંજે રશિયાના મોસ્કો ક્ષેત્રના ક્રાસ્નોગોસાર્કના ક્રોકસ સિટી હોલ (કોન્સર્ટ હોલ)માં થયો હતો. ક્રોકસ સિટી હોલમાં સૌથી પહેલા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પછી એક વિસ્ફોટ થયો અને હોલમાં જોરદાર આગ ફાટી નીકળી હતી.

અત્રે ઉલ્લેખીય છે કે, આ આતંકી હુમલામાં 70 લોકોના મોત થયા છે. જેમાં 115 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. વહીવટીતંત્ર પણ ઘટના પર સતત નજર રાખી રહ્યું છે. કોન્સર્ટ હોલમાં વિસ્ફોટ અને આગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અત્રે નોંધનીય બાબત છે કે, આ હુમલા બાદ રશિયાની સુરક્ષા એજન્સી એફએસબીએ જણાવ્યું હતું કે, મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં ફાયરિંગ વચ્ચે કાયદા અમલીકરણ એજન્સીઓ જરૂરી પગલાં લઈ રહી છે. તેમજ ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આ હુમલા બાદ 100થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી સ્પુટનિકના જણાવ્યા અનુસાર, ક્રાઉલી હોલમાં ગોળીબાર પહેલા યુએસ એમ્બેસીએ આ સંદર્ભમાં સંભવિત આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં, યુએસ એમ્બેસીએ પણ અમેરિકન નાગરિકોને આગામી 48 કલાક માટે મોટા મેળાવડામાં જવાની મનાઈ ફરમાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X