ગુંડાએ અપહરણ કરી બંધુકની અણીએ 13 વર્ષની છોકરી સાથે કર્યાં લગ્ન, 20 દિવસ બાદ સગીરાને છોડાવી

પટના, બિહારના ભાગલપુરમાં એક સગીરનું અપહરણ કર્યા બાદ તેની સાથે લગ્ન કરીને 20 દિવસમાં તરછોડી મૂકી હોવાનો મામલો સામે આવ્યો છે.

પટના, બિહારના ભાગલપુરમાં એક સગીરનું અપહરણ કર્યા બાદ તેની સાથે લગ્ન કરીને 20 દિવસમાં તરછોડી મૂકી હોવાનો મામલો સામે આવ્યો છે. ભગલપુર વિસ્તારના કુખ્યાત ગુંડો પપ્પૂ સિંહે એક સગીરનું અપહરણ કરી બંધૂકની નોક પર તેની સાથે લગ્ન કર્યાં હતાં. આરોપીએ આ અંગેની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી હતી. 20 દિવસ બાદ સગીરાને પપ્પૂ સિંહની ગૈદમાંથી મુક્ત કરાવી લેવામાં આવી છે. સગીરા ઘરે પરત ફરતાં પરિજનોએ રાહતનો શ્વાસ લીધો છે તો બીજી બાજુ પપ્પૂ સિંહ અને તેના સાગરીતોને પકડવા પોલીસ માટે પણ પડકાર સમાન બની ગયું છે. પોલીસે કલમ 164 અંતર્ગત પીડિતાનું નિવેદન નોંધી લીધું છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે.

સગીરાની સાથે લગ્ન કરી દિલ્હી લાવ્યો

સગીરાની સાથે લગ્ન કરી દિલ્હી લાવ્યો

જાણકારી મુજબ ગત 18 એપ્રિલના રોજ પપ્પૂ સિંહે સન્હૌલા પોલીસ સ્ટેશન ક્ષેત્રના દોગચ્છી ગામથી 13 વર્ષીય છોકરીનું અપહરણ કરી તેની જોડે લગ્ન કરી લીધાં હતાં. રાત્રે જ મંદિરે લઇ જઇને પપ્પૂ સિંહે છોકરી સાથે લગ્ન કરી લીધાં હતાં. એટલું જ નહીં, દહેશત ફેલાવવા માટે બંધુકના જોરે થયેલા લગ્નનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જબરદસ્તી લગ્ન કર્યા બાદ સગીરાને લઇને દિલ્હી લઇ ગયો. ત્યાં 20 દિવસ સુધી છોકરીને બંધક બનાવી અને તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.

પોલીસના ડરે ભાગલપુર છોડી ગયો

પોલીસના ડરે ભાગલપુર છોડી ગયો

પોલીસે શોધવા માટે તજવીજ હાથ ધરી તો સોમવારે પપ્પૂ સિંહ સગીરાને દિલ્હીથી ઘોઘા રેલવે સ્ટેશન લાવ્યો અને ત્યાંથી છોકરીને પોતાના ઘરે છોડીને ભાગી ગયો હતો. જે બાદ પપ્પૂ સિંહની પત્નીએ પોલીસને સૂચના આપી હતી. માહિતી મળતાં જ પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી અને છોકરીને મુક્ત કરાવી હતી.

પપ્પૂ સિંહના ડરથી પરિજનો ગામ છોડીને જતા રહ્યા

પપ્પૂ સિંહના ડરથી પરિજનો ગામ છોડીને જતા રહ્યા

અપહરણની ઘટના બાદ પપ્પૂ સિંહના ખોફથી ઘરના લોકો ગામની બહાર રહેતા પોતાના સંબંધીઓને ત્યાં જતા રહ્યા અને આ અંગે પુર્ણિયા સરસીમાં રહેતા એના પિતાને ખબર પડી ત્યારે તેમણે પપ્પૂ સિંહ અને એના સાથીઓ વિરુદ્ધ સન્હોલા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. દીકરીની આઝાદી બાદ પિતાએ આરોપીઓને સજા અપાવવા માટે આખરી દમ સુધી સંઘર્ષ કરવાની વાત કહી છે. અપહરણકારોની ચંગુલમાંથી મુક્ત થયેલી છોકરીએ પોતાના પિતા સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મેડિકલ તપાસ માટે સગીરાને સદર હોસ્પિટલે લાવવામા આવી છે જે બાદ કોર્ટમાં 164 અંતર્ગત નિવેદન નોંધવામા આવ્યું.

પપ્પૂ સિંહના આતંક સામે કોઇ મોઢું નથી ખોલતા

પપ્પૂ સિંહના આતંક સામે કોઇ મોઢું નથી ખોલતા

અપરાધો અને અંદરોઅંદરના ઝઘડાઓને લઇને પપ્પૂ સિંહ પર સન્હૌલા અમડંડા સહિત નવગછિયાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ડઝન જેટલા હત્યા, લૂંટ, ધમકી જેવા મામલા નોંધાયેલા છે. પપ્પૂ સિહના ડરથી કોઇ પણ તેની વિરુદ્ધ કોર્ટમાં ગવાહી આપવા માટે તૈયાર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X