motihari bridge collapsed: બિહારમાં સાત દિવસમાં ત્રીજો પુલ ધરાશાયી, મોતિહારીમાં પુલ તૂટ્યો

motihari bridge collapsed: બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતિહારીમાં બનેલો એક પુલ ધરાશાયી થઈ ગયો છે. સાત દિવસમાં પુલ ધરાશાયી થવાની આ ત્રીજી ઘટના છે. લગભગ 1.5 કરોડના ખર્ચે બનેલો આ પુલ શનિવારે રાત્રે ધરાશાયી થયો હતો.

અધિકારીઓનું કહેવું છે કે, કેટલાક અસામાજિક તત્વોએ પુલને નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.

અસામાજિક તત્વોએ કરી તોડફોડ - મળતી માહિતી મુજબ, આ બ્રિજ ઘોરાસાહન બ્લોકના અમવાથી ચૈનપુર સ્ટેશન જતા રોડ પર બની રહ્યો હતો. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બની રહેલા આ પુલની લંબાઈ 18 મીટર હતી.

motihari bridge collapsed

અત્રે નોંધનીય બાબત છે કે, બ્રિજના ઉપરના ભાગનું કાસ્ટિંગ શનિવારે જ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, મોડી રાત્રે કેટલાક અજાણ્યા લોકોએ બ્રિજનું સેન્ટરિંગ તોડી નાખ્યું, જેના કારણે કાસ્ટિંગનો ભાગ પડી ગયો હતો.

RWD ઢાકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસએન મંડલે જણાવ્યું હતું કે, આ પુલ બે સ્પાનમાં બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજની એક બાજુનું કાસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતું.

જે બાદ ગત રાત્રે ડઝનબંધ અસામાજિક તત્વો કેટલાક વાહનોમાં બાંધકામ સાઈટ પર આવ્યા હતા, અને બ્રિજનું સેન્ટરિંગ તોડી નાખ્યું હતું. જેના કારણે મોલ્ડેડ પુલ ધરાશાયી થયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સિવાન જિલ્લાના મહારાજગંજ બ્લોકના પટેધા ગામમાં કેનાલની વચ્ચે બનેલો નહેરનો પુલ અચાનક તૂટી પડ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, પુલ તૂટી પડવાને કારણે ડઝનેક ગામડાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સિવાનમાં પુલ તૂટી પડવાનું કારણ માટીનું ધોવાણ હોવાનું કહેવાય છે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, જે પહેલા બિહારના અરરિયામાં નવનિર્મિત બકરા પુલ પણ ધરાશાયી થયો હતો, જે બાદ રાજ્ય સરકાર પર સવાલો ઉભા થયા હતા. વિપક્ષે નીતિશ સરકાર પર પ્રહારો કર્યા હતા.

અરરિયા બ્રિજ કેસમાં અનેક એન્જિનિયરો પર આક્ષેપ, કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ - અરરિયા બ્રિજ ધરાશાયી થવાના સંબંધમાં ઘણા એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સિવાય કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે એક તપાસ સમિતિની રચના કરી છે અને તેને 7 દિવસમાં તેનો રિપોર્ટ આપવા જણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X