ના થઇ શકી MSG રીલિઝ, ના મળ્યું સેંસર બોર્ડથી સર્ટિફિકેટ
નવી દિલ્હી, 18 જાન્યુઆરી: ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની ફિલ્મ 'મેસેન્જર ઓફ ગોડ'ના રીલિઝ પર સસ્પેન્સ યથાવત છે. તેમની ફિલ્મ એમએસજી આજે પણ રીલિઝ થઇ શકી નહીં. અત્યાર સુધી આ ફિલ્મને સેંસર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી. સેંસર બોર્ડ સાથે જોડાયેલ ટ્રિબ્યૂનલે ક્લીરિએન્સ આપી દીધી હતી, પરંતુ સેંસર બોર્ડના અધ્યક્ષ લીલા સેમસનના પદથી રાજીનામુ આપી દીધા બાદ આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે.

નોંધનીય છે કે એમએસજીની રીલિઝ ડેટ પહેલા 16 જાન્યુઆરી રાખવામાં આવી હતી. પરંતુ વારંવાર હોબાળો થવાના કારણે તેનો વિરોધ થતો રહ્યો અને રીલિઝ ડેટ આગળ વધતી રહી. 16 અને 18ના રોજ આ ફિલ્મ રીલિઝ ના થઇ શકી, હવે જોવાનું એ રહેશે કે 23 તારીખે આ ફિલ્મ રીલિઝ થઇ શકે છે કે નહીં. જોકે તેની આશા ઓછી જ દેખાઇ રહી છે.












Click it and Unblock the Notifications
