For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Black Fungus: ચંદીગઢમાં બ્લેક ફંગસ મહામારી ઘોષિત, તમિલનાડુ સરકારે ગણાવ્યો અધિસૂચિત રોગ, જાણો લક્ષણ

ગુરુવારે મોડી રાતે ચંદીગઢ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને તમિલનાડુ સરકારે પણ બ્લેક ફંગસ એટલે કે મ્યૂકોરમાઈકોસિસ વિશે મોટુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના મહામારી વચ્ચે બ્લેક ફંગસે(મ્યુકોરમાઈકોસિસ) પણ ડૉક્ટરોની ચિંતા વધારી દીધી છે. દેશના ઘણા રાજ્યો જેવા કે આસામ, તેલંગાના, રાજસ્થાન, ગુજરાત, ઓરિસ્સા અને પંજાબે આને મહામારી જાહેર કરી દીધી છે. વળી, ગુરુવારે મોડી રાતે ચંદીગઢ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને તમિલનાડુ સરકારે પણ બ્લેક ફંગસ એટલે કે મ્યૂકોરમાઈકોસિસ વિશે મોટુ એલાન કર્યુ છે. ચંદીગઢ પ્રશાસને બ્લેક ફંગસને એપિડેમિકમાં શામેલ કરી દીધી છે. તેણે Epidemic Diseases Act 1897 હેઠળ આ પગલુ લીધુ છે. વળી, તમિલનાડુ સરકારે 9 લોકો બ્લેક ફંગસ સંક્રમિત મળ્યા બાદ તેને એક અધિસૂચિત રોગ જાહેર કર્યો છે. જેનાથી આવા દર્દીઓના ઈલાજમાં કોઈ પ્રકારની બેદરકારી ના થઈ શકે અને સમુચિત ઈલાજ થઈ શકે.

બ્લેક ફંગસનુ જોખમ વધી રહ્યુ છે

બ્લેક ફંગસનુ જોખમ વધી રહ્યુ છે

તમને જણાવી દઈએ કે ભારતમાં મ્યૂકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસનુ જોખમ વધી રહ્યુ છે. દેશભરના ઘણા રાજ્યોમાંથી કોવિડ-19 થી રિકવર થનારા દર્દીઓમાં બ્લેક ફંગસ જોવા મળ્યુ છે. મહારાષ્ટ્રમાં આ ઈન્ફેક્શનથી અત્યાર સુધી 90 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજુ પણ 1500 દર્દી આનાથી સંક્રમિત છે. જ્યારે રાજસ્થાનમાં બ્લેક ફંગસના 100થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. વળી, હરિયાણા, ગુજરાત, ઓરિસ્સા અને પંજાબમાં પણ આના દર્દી વધી રહ્યા છે.

શું છે બ્લેક ફંગસ?

શું છે બ્લેક ફંગસ?

બ્લેક ફંગસનુ વૈજ્ઞાનિક નામ મ્યૂકોરમાઈકોસિસ છે કે જે રેર ફંગલ ઈન્ફેક્શન છે. આ ડાયાબિટીઝના દર્દીઓ માટે વધુ જોખમી છે. એઈમ્સના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ છે કે કોરોના મહામારી દરમિયાન આના કેસ બહુ જોવા મળી રહ્યા છે જેનુ સૌથી મોટુ કારણ છે કોવિડના દર્દીઓ પર સ્ટીરૉઈડ્ઝનો વધુ ઉપયોગ, આની અસર આંખો પર વધુ થાય છે.

બ્લેક ફંગસના લક્ષણ

બ્લેક ફંગસના લક્ષણ

  • હાઈ ફિવર
  • માથાનો દુઃખાવો
  • ખાંસી
  • ખૂની ઉલટી
  • આંખોમાં પીડા
  • ધૂંધળુ દેખાવુ
  • નાકમાંથી લોહી આવવુ
  • બ્લેક કલરનો સ્ત્રાવ
  • આંખો કે નાક પાસે પીડા
  • આંખો કે નાક પાસે લાલ નિશાન
  • ચહેરો પર એક તરફ સોજો
  • છાતીમાં દુઃખાવો
  • શ્વાસ લેવામાં તકલીફ થવી
  • દાંત કે પેઢામાં પીડા
બ્લેક ફંગસથી બચાવ

બ્લેક ફંગસથી બચાવ

  • લક્ષણ જોવા મળે કે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
  • ડૉક્ટરના બધા નિર્દેશ માનો.
  • ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખો.
  • સમય પર દવા લો.
  • સ્ટીરૉઈડ્ઝ કે એંટીબાયોટીક્સ કે એંટીફંગલ દવાઓનુ સેવન ના કરો.
  • પોતાના ઈલાજ જાતે ના કરો, તરત ડૉક્ટરને મળો.

English summary
Mucormycosis(Black Fungus) Epidemic notifies Chandigarh, Tamil Nadu Government declares notified disease.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X