For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મુઘલ પ્રિન્સ યાકુબ સોનાની ઈટ આપશે

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મુઘલ પ્રિન્સ યાકુબ સોનાની ઈટ આપશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ ખુદ મુઘલ શાસક બહાદુર શાહ ઝફરના વંશજ કહેવાતા પ્રિન્સ યાકૂબ હબીબુદ્દીન ટૂસીએ કહ્યું કે મુસલમાનોએ હિન્દુઓ સાથે મળી મંદિરનું નિર્માણમાં મદદ કરી ભાઈચારાની મિસાલ આપવી જોઈએ. ટૂસીએ કહ્યું કે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો ફૈસલો ઐતિહાસિક ફેસલો છે. સૌકોઈએ સુપ્રીમ કોર્ટના ફેસલાને ખુશીથી સ્વીકારવો જોઈએ. હિન્દુઓ અને મુસલમાનોએ એક સાથે મળી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવું જોઈએ જેનાથી દેશમાં ધર્મનિરપેક્ષતા અને ધાર્મિક ભાઈચારાની મિસાલ દુનિયાભરમાં રજૂ કરી શકાય.

ઐતિહાસિક ફેસલો

ઐતિહાસિક ફેસલો

ટૂસીએ અગાઉ કહ્યું હતું કે તેઓ રામ મંદિર નિર્માણ માટે સોનાની ઈટ આપશે. શનિવારે કોર્ટના ફેસલા બાદ પોતાના વચનને ફરી એકવાર યાદ અપાવતા કહ્યું કે તેઓ પોતાનું વચન પૂરું કરશે અને મંદિર નિર્માણ માટે તેઓ પીએમ મોદીને સોનાની ઈંટ આપશે. તેમણે કહ્યું કે હું મારા વચન પર હજુ પણ યથાવત છું, જ્યારે પણ મંદિરનો પાયો નાખવામાં આવશે, હું પીએમ મોદીને સોનાની ઈંટ સોંપીશ. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ મામલે ઐતિહાસિક ફેસલો આપતા વિવાદિત સ્થળ મંદિરના નિર્માણ માટે આપવાની વાત કહી છે. સાથે જ કોર્ટે મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન અયોધ્યામાં જ ગમે ત્યાં આપવાનો ફેસલો આપ્યો છે.

મસ્જિદ માટે પાંચ એકર જમીન

મસ્જિદ માટે પાંચ એકર જમીન

અયોધ્યા વિવાદ પર પોતાનો ફેસલો સંભળાવતા કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ફેસલાને ફગાવી દીધો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી પાંચ જજની સંવૈધાનિક પીઠે અયોધ્યા જમીન વિવાદ પર ફેસલો સંભળાવતા 2.77 એકર જમીનને રામલલા વિરાજમાનના હવાલે કરી દીધી. આની સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા કે સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે યોગ્ય જગ્યાએ 5 એકર જમીન ઉપલબ્ધ કરાવે.

કોર્ટે એએસઆઈનો રિપોર્ટ માન્યો

કોર્ટે એએસઆઈનો રિપોર્ટ માન્યો

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સંવિધાનના અનુચ્છેદ 142 અંતર્ગત મળેલ શક્તિઓનો ઉપયોગ કરતા સુન્ની વક્ફ બોર્ડને અલગથી 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો. સંવિધાનની કલમ 142 અંતર્ગત સુપ્રીમ કોર્ટને કોઈ મામલામાં ન્યાય કરવા અને ફેસલાને પૂરો કરવા માટે આવા આદેશ આપવાના અધિકાર પ્રાપ્ત છે. કોર્ટે પોતાના ફેસલાાં કેટલીક મહત્વની વાતો કહી છે. કોર્ટે કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડનો દાવો વિચાર કરવા યોગ્ય છે પરંતુ એએસઆઈના રિપોર્ટને ફગાવી ન શકાય. એએસઆઈના રિપોર્ટથી માલૂમ પડે છે કે ખોદાઈમાં મળેલ ઢાંચો બિન ઈસ્લામિક હતો. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે પરિસરમાં મંદિર તોડી મસ્જિદ બનાવવામાં આવી હોવાનું એએસઆઈના રિપોર્ટમાં નથી.

Ayodhya Verdict: આ કારણે સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યોAyodhya Verdict: આ કારણે સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો

English summary
Mughal Prince Yakub will hand over golden brick for Ayodhya temple construction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X