મુકેશ અંબાણીને મળી 'Z' કેટેગરીની સિક્યૂરિટીની મંજૂરી

mukesh ambani
નવી દિલ્હી, 22 એપ્રિલ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ઝેડ કેટેગરી વીઆઇપી સિક્યૂરિટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અંબાણીને ખતરાની આશંકા જોતા હોમ મિનિસ્ટ્રીએ હાલમાં જ તેમના માટે કમાંડો ટીમ માટે મંજૂરી આપી છે.

મિનિસ્ટ્રીએ સીઆરીપીએફને તુરંત પ્રભાવથી અંબાણીની સિક્યુરિટીની જવાબદારી સંભાળવાનું કહ્યું છે. 'ઝેડ' કેટેગરી સિક્યૂરિટી અંતર્ગત અંબાણીને કમાન્ડોની સાથે પાયલટ અને ફોલો-ઓન વિકલ્સ મળશે. કમાન્ડોની પાસે આધુનિક હથિયાર હશે અને તે મુંબઇ અને દેશના કોઇ પણ અન્ય ભાગોમાં અંબાણીના જવાથી તેમને સિક્યુરિટી આપશે.

સૂત્રોએ જણાવ્યું કે સેન્ટ્રલ સિક્યૂરિટી એજન્સિઓએ અંબાણીને ખતરાની સમીક્ષા કર્યા બાદ તેમના માટે 24 કલાક સશસ્ત્ર સિક્યૂરિટી કવરની ભલામણ કરી હતી. ત્યારબાદ હોમ મિનિસ્ટ્રીએ આ આદેશ આપ્યો. સીઆરપીએફએ અંબાણીની સિક્યૂરિટી માટે 28 મેમ્બર્સની ટીમ બનાવી છે. આના માટે સુરક્ષા કર્મીઓને યુપીમાં સીઆરપીએફની બટાલિયનમાંથી લેવામાં આવ્યો છે.

આ પહેલીવાર છે જ્યારે આ પ્રકારના મામલામાં સીઆરપીએફ વીઆઇપી સિક્યૂરિટી આપી રહી છે. આ જમ્મૂ-કાશ્મીર અને પંજાબમાં સરકાર સાથે જોડાયેલા લોકોને આ પ્રકારની સિક્યૂરિટી આપવામાં આવે છે. કેટલાક સમય પહેલા અંબાણીની ઓફિસે મુંબઇ પોલીસને આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન તરફથી મળેલા ધમકીભરેલા પત્રોની જાણકારી આપી હતી.

મુંબઇ પોલીસ અલ્ટામાઉન્ટ રોડ પર અંબાણીના ઘરે એન્ટેલિયાની સિક્યૂરિટી વધારવાની પણ યોજના બનાવી રહી છે. હોમ મિનિસ્ટર સુશીલ કુમાર શિંદેએ હાલમાં જ કહ્યું હતું કે રાજ્ય સરકારોના વિઆઇપીનું સિક્યૂરિટી કવર ઘટાડ્યા બાદ ઘણા બધા લોકોએ પોતાને જીવનું જોખમ હોવાનો હવાલો આપી મિનિસ્ટ્રી પાસે સુરક્ષાની માગ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X