DMK ચીફ સ્ટાલિનના ઘરે પહોંચ્યા મુકેશ અંબાણી, આમંત્રણ આપ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી સાથે ચેન્નઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેમના ડીએમકેના ચીફ એમકે સ્ટાલિનને દીકરાના લગ્નનું આમંત્રણ આપ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી સાથે ચેન્નઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેમના ડીએમકેના ચીફ એમકે સ્ટાલિનને દીકરાના લગ્નનું આમંત્રણ આપ્યું હતું. ડીએમકેના વડાએ ટ્વીટ કરી અને આ માહિતી આપી. આકાશ અંબાણી અને હીરાના ઉદ્યોગપતિ રસેલ મહેતાની દીકરી શ્લોક મહેતા 9 માર્ચે મુંબઇમાં લગ્ન કરશે. લગ્ન સમારંભ જીયો વર્લ્ડ સેન્ટરમાં ત્રણ દિવસ ચાલશે.

Mukesh Ambani

મુકેશ અંબાણી પોતાના પુત્રના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. દીકરાના લગ્નનું આમંત્રણ આપવા માટે મુકેશ અંબાણી અને નીતા અંબાણી ચેન્નાઇ પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેમને ડીએમકે ચીફ સ્ટાલિન ના ઘરે જઈને લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું. આ અંગે ડીએમકે ચીફ સ્ટાલિન ઘ્વારા ટ્વિટર પર જાણકારી આપવામાં આવી અને તેમને લખ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ચેરમેન મુકેશ અંબાણી સાથે ઔપચારિક મુલાકાત સારી રહી.

આવતા મહિને 9 માર્ચે મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્ન થશે, જ્યાં આકાશ અંબાણીની જાન 3.30 વાગ્યે જિઓ સેન્ટરમાં જશે. 10 મી માર્ચે આકાશ અને શ્લોકના વેડિંગ ઉજવણી થશે. 11 માર્ચના રોજ વેડિંગ રિસેપ્શન જીયો વર્લ્ડ સેન્ટરમાં યોજવામાં આવશે. આકાશ સ્વિટ્ઝરલેન્ડમાં બેચલર પાર્ટી આપશે, જેમાં તેમના ગાઢ મિત્રોનો સમાવેશ થશે. 23 ફેબ્રુઆરીથી સ્વિટ્ઝરલેન્ડમાં બેચલર પાર્ટી યોજાશે, જેમાં ઘણા બોલીવુડ સ્ટારનો સમાવેશ કરવામાં આવશે.

જણાવી દઈએ કે શ્લોકા મશહૂર હીરા વેપારી રસેલ મેહતાની નાની દીકરી છે. આકાશ અને શ્લોકાએ એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને બંને બાળપણના મિત્રો છે. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્લોકા 2009માં ન્યૂ જર્સીના પ્રિંસટન યૂનિવર્સિટીમાં ભણવા ચાલી ગઈ. તેમણે ધી લંડન સ્કૂલ ઑફ ઈકૉનોમિક્સ એન્ડ પૉલિટિકલ સાયન્સમાંથી લૉમાં માસ્ટર્સ કર્યું છે. તેઓ રોજી બ્લૂ ફાઉન્ડેશનના ડિરેક્ટર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X