મુખ્તાર અબ્બાસ નકવીને મળી આતંકવાદીઓની ધમકી, ગૃહમંત્રાલય પાસે સુરક્ષા માંગી

ઉલ્લેખનીય છે કે સંસદ પર હુમલાના દોષી આંતકવાદી અફઝલ ગુરુની ફાંસી અંગે મુખ્તાર અબ્બાસ નકવીએ નિવેદન કર્યું હતું. જેના પગલે તેમને આતંકવાદીઓની ધમકી મળી છે. જોકે ભાજપી નેતા નકવીએ કેન્દ્રી ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને આંતકીઓ દ્વારા મળેલી ધમકીની જાણ કરીને તેમની સુરક્ષાની માંગ કરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ મુખ્તાર અબ્બાસ નકવીને ફોન કરીને આતંકવાદીઓએ મારવાની ધમકી આપી છે. જેના પગલે બીજેપી નેતાએ કેન્દ્રીય ગૃહમંત્રીને ધમકી મળ્યાની જાણ કરી સુરક્ષાની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
