બાબરી મસ્જીદ ધ્વંસમાં મુલાયમ-અડવાણીનું કાવતરું હતું : બેની પ્રસાદ

વર્માએ જમાવ્યું કે આડવાણીએ એવું કહીને રથયાત્રા શરૂ કરી હતી કે 30 ઓક્ટોબર 1990ના રોજ વિવાદિત માળખા પર શિલાન્યાસ થવાનું છે. બેનીએ પત્રકારોને જણાવ્યું કે રથયાત્રાનો ઇરાદો ત્યા શિલાન્યાસ કરવાનો નહીં બલ્કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની સાથે મળીને વિવાદીત ઇમારતને તોડી પાડવાનો હતો.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે નવેમ્બર 1990માં અયોધ્યામાં પોલીસની ફાયરિંગ જરૂરી ન્હોતી, વર્માએ દાવો કર્યો કે આડવાણી, વિનય કટિયાર અને અન્ય લોકોને જે અતિતિ ગૃહમાં બંધ રાખવામાં આવ્યો હતો, ત્યા મુલાયમ બાદમાં તેમને મળવા ગયા હતા.
બેનીએ દાવો કર્યો કે આ બેઠકમાં એ નિર્ણય કરવામાં આવ્યો કે કારસેવકોને વિવાદિત ઇમારત પાસે જવાની અને પૂજાપાઠ માટેની પરવાનગી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે 'મોદી ખરાબ છે અને અડવાણી સારા છે, તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે જ્યારે દેશની ધર્મનિરપેક્ષ છબિને ખરાબ કરવા માટે બંને દોષી છે.'












Click it and Unblock the Notifications
