મુલાયમ સિંહ યાદવની ફરીથી બગડી તબિયત, પીજીઆઈમાં ભરતી
સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત એક વાર ફરીથી બગડી ગઈ છે.
સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત એક વાર ફરીથી બગડી ગઈ છે. તેમને લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ (એસજીપીજીઆઈ)માં ભરતી કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મુલાયમના પેટમાં પીડાની ફરિયાદ હતી ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અહીં ઈમરજન્સીમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

ન્યૂઝ 18ના સમાચારો મુજબ પીજીઆઈ નિર્દેશક ડૉ.રાકેશ કપૂરે જણાવ્યુ કે મુલાયમ સિંહ યાદવને પેટમાં પીડાની ફરિયાદ હતી. તેમણે કહ્યુ કે તપાસમાં એવી કોઈ ગંભીર મુશ્કેલી સામે આવી નથી.












Click it and Unblock the Notifications
