• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદીએ અખિલેશ યાદવ જેવું શું કામ કર્યું છે: મુલાયમ સિંહ યાદવ

By Kumar Dushyant
|

સૈફઇ, 28 માર્ચ: સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમ સિંહ યાદવ કોંગ્રેસ પર સતત હુમલાવર થતા જાય છે. બુધવારે જ્યારે આખો દેશ હોળી મનાવવામાં મદમસ્ત હતો, ત્યારે મુલાયમ સિંહના વતન સૈફઇમાં કોંગ્રેસને દગાબાજ પાર્ટી ગણાવી છે. તેમને કહ્યું હતું કે અમે દિલ્હીમાં ત્રીજા મોરચાની સરકાર બનાવીશું. 2014ની સામાન્ય ચુંટણીમાં ના તો કોંગ્રેસની સરકાર બનશે ના તો ભાજપની સરકારની બનશે.

મુલાયમ સિંહ યાદવે ઉત્તર પ્રદેશની તુલના ગુજરાત સાથે કરતાં કહ્યું હતું કે 'ગુજરાતને મિડીયા વધારી-ચઢાવીને રજૂ કરે છે. નરેન્દ્ર મોદી કહે કે તેમને વિકાસ માટે શું કામ કર્યું છે જેટલું ઉત્તર પ્રદેશની અખિલેશ યાદવ સરકારે કર્યું છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખે આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદીએ મિડીયા પ્રલોભન આપી તેમને પોતાના કબજામાં લઇ પોતાના ગુનગાણ કરાવ્યા છે. કન્યા વિદ્યાધન, લેપટોપ, બેરોજગારી ભથ્થું અને અન્ય વિકાસ યોજનાઓનો ઉલ્લેખ કરતાં સમાજવાદી પાર્ટી સરકારે જે કામ કર્યું છે તે નરેન્દ્ર મોદી કરી શક્યાં નથી. મુલાયમ સિંહે કહ્યું હતું કે દિલ્હીમાં ઉત્તર પ્રદેશની તુલનામાં 10 ગણો વધારે ગુનાખોરી છે પરંતુ પ્રદેશની કાનૂન-વ્યવસ્થાને લઇને હોબાળો મચાવવામાં આવે છે.

મુલાયમ સિંહે કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. પ્રજા ત્રીજા વિકલ્પ તરફ નજરો માંડીને બેઠી છે. તેમને આગામી ચુંટણીમાં બિનભાજપી અને બિનકોંગ્રેસી સરકાર બનાવવાની વકાલત કરી હતી. મુલાયમ સિંહે કહ્યું હતું કે અમારો પ્રયત્ન રહેશે કે આગામી ચુંટણીમાં સ્થાનિક પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપ સાથે દૂરી બનાવી ત્રીજો મોરચો બનાવવા તૈયાર થઇ જાય.

થોડા દિવસો અગાઉ મુલાયમ સિંહ એનડીએ સરકાર અને ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી પ્રસંશા કરી રહ્યાં હતા. જો કે મુલાયમ સિંહના આ વલણને ભાજપે ખાસ ધ્યાન આપ્યું નથી. ભાજપે ત્યાં સુધી કહી દિધું કે મુલાયમ સિંહ હવે વિશ્વાસપાત્ર નથી. ભાજપની ઉદાસીનતા બાદ મુલાયમ સિંહ કોંગ્રેસ અને ભાજપ બંને પર પ્રકાર કરી રહ્યાં છે.

akhilesh-modi-mulayam

મુલાયમ સિંહ કોંગ્રેસને જ્યારે દગાબાજ કહી રહ્યાં હતા જ્યારે તેમની પાર્ટીના સમર્થનના કારણે જ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર ટકી રહી છે. તે ગત 9 વર્ષોથી યુપીએ સરકાર સાથે છે. યુપીએ એકમાં જ્યરે લેફ્ટ પાર્ટીઓએ ન્યૂક્લિયર ડીલ પર પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું તો મુલાયમ સિંહ જ મનમોહન સરકારના તારણહાર બન્યાં હતા. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો ચુંટણી નજીક આવી રહી હોવાથી આ મુલાયમ સિંહની ચાલ છે.

ભલે તે કેન્દ્રમાં કોંગ્રેસની સાથે હોય પરંતુ લોકસભાની ચુંટણીમાં ઉત્તર પ્રદેશમાં તે કોંગ્રેસ વિરૂદ્ધ ચુંટણી લડશે. એવા સમયે મુલાયમ સિંહ લોકો વચ્ચે બતાવવા માંગે છે કે તેમની પાર્ટી ભલે કેન્દ્રમાં કોંગ્રેસને સમર્થન કરી રહી છે પરંતુ કેટલાક મુદ્દાઓ પર વિરોધ છે. મુલાયમ સિંહની ભાષા કોંગ્રેસ પ્રતિ કડવી થતી જાય છે પરંતુ તે સમર્થન પાછું લેવાના પર કોઇ કડક નિર્ણય લેવાથી બચી રહ્યાં છે.

મુલાયમ સિંહે દાવો કર્યો છે કે આગામી લોકસભાની ચુંટનીમાં સમાજવાદી પાર્ટી 'કિંગમેકર'ની ભુમિકામાં હશે. મુલાયમ સિંગે પોતાના વતન સૈફઇમાં હોળી ઉત્સવ દરમિયાન હાજર કાર્યકર્તાઓને કહ્યું હતું કે આગામી લોકસભાની ચુંટણી બાદ સમાજવાદી પાર્ટી 'કિંગમેકર'ની ભુમિકામાં રહેશે અને કેન્દ્રમાં તેમના વગર કોઇપણ પાર્ટી કે ગઠબંધન બનાવી શકશે નહી. તેમને કહ્યું હતું કે ગત વિધાનસભાની ચુંટણીમાં પ્રજાએ જે વિશ્વાસ સાથે સમાજવાદી પાર્ટીને બહુમત આપી જીતાડી હતી, પાર્ટીએ આગામી લોકસભા ચુંટણીમાં તેનું પુનરાવર્તન કરવાનું છે.

તેમને કહ્યું હતું કે આગામી લોકસભાની ચુંટણીમાં સમાજવાદી પાર્ટીએ ઓછામાં ઓછી 80 સીટો પ્રાપ્ત કરવાની જરૂરિયાત છે. ત્યારે સમાજવાદી પાર્ટી કેન્દ્ર સત્તામાં બેસવા અને ડોકટર રામ મનોહર લોહીયાનું સપનું પુરું કરવાની તક મળશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ આ અવસરે કાર્યકર્તાઓને કહ્યું હતું કે આગામી નિશાન પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહને દિલ્હીની ગાદી પર બેસાડવાનું છે. તેમને કહ્યું હતું કે રાજ્ય સરકાર પ્રદેશમાં સમાજવાદીના પક્ષમાં માહોલ બને તથા રાજ્યને સારું બનાવવાનો પ્રયત્ન કરી રહી છે અને તેની અસર આગામી લોકસભાની ચુંટણીમાં જરૂર જોવા મળશે.

અખિલેશ યાદવે કહ્યું હતું કે ખેડૂત અને મુસ્લિમોનું દેશના વિકાસમાં મહત્વપુર્ણ યોગદાન છે પરંતુ કેન્દ્ર સરકારે મુસલમાનોની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતીની સચ્ચાઇ ઉજાગર કરનાર સચ્ચર સમિતિની ભલામણોને બાજુએ મુકીને તેમની સાથે કપટ કરી છે. તેમને આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ 'દગાબાજો'ની પાર્ટી છે અને તે આગામી લોકસભાની ચુંટણીમાં મુસલમાનોને વોટ મેળવવા માંગે છે.

English summary
Amidst speculation that his party might withdraw outside support to UPA, Mulayam Singh Yadav today launched a tirade against Congress accusing it of being "cheat and clever" and taking the people for a ride.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more