અઢળક સંપત્તિના માલિક હતા મુલાયમ સિંહ યાદવ, જાણો Mulayam Singh Yadav Net Worth
મુલાયમ સિંહ યાદવ એટલે કે નેતાજી હવે આપણી વચ્ચે રહ્યા નથી. સમાજવાદીના સંસ્થાપક અને ત્રણવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા મુલાયમ સિંહ યાદવનું સોમવારના રોજ સવારે 8 કલાક અને 16 મીનિટે નિધન થયું હતું.
Mulayam Singh Yadav Net Worth : મુલાયમ સિંહ યાદવ એટલે કે નેતાજી હવે આપણી વચ્ચે રહ્યા નથી. સમાજવાદીના સંસ્થાપક અને ત્રણવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા મુલાયમ સિંહ યાદવનું સોમવારના રોજ સવારે 8 કલાક અને 16 મીનિટે નિધન થયું હતું. 82 વર્ષીય નેતાજી લાંબા સમયથી બીમાર હતા. તેમની ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.

કેટલી સંપત્તિના માલિક છે મુલાયમ સિંહ યાદવ?
22 નવેમ્બર, 1939ના રોજ જન્મેલા મુલાયમ તળિયાના નેતા હતા. તે એક સમયે સાયકલ ચલાવા હતા અને મહિને 120 રૂપિયા કમાતા હતા. સખત મહેનત અને સંઘર્ષ સાથે, તેમણે પોતાની પાર્ટી બનાવી અને ભારતીય રાજનીતિમાં ખૂબ આગળ વધ્યા હતા. આવો જાણીએ મુલાયમ સિંહ યાદવ પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા છે.

મુલાયમ સિંહ યાદવની મિલકત
મુલાયમ સિંહ યાદવનું અવસાન રાજકારણના એક યુગનો અંત છે. મુલાયમ સિંહ યાદવે 2019ની લોકસભા ચૂંટણી લડી હતી. તે દરમિયાન તેમણે સોગંદનામામાં પોતાની સંપત્તિની વિગતો આપી હતી.
આ એફિડેવિટ મુજબ મુલાયમ સિંહ યાદવની પાછળ 16 કરોડ 52 લાખ 44 હજાર 300 રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે. મુલાયમે 16 કરોડથી વધુની સંપત્તિ છોડી દીધી છે.

મુલાયમે પુત્ર અખિલેશ પાસેથી લીધી હતી કરોડો રૂપિયાની લોન
વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા એફિડેવિટ મુજબ મુલાયમ પર 2.13 કરોડ રૂપિયાની લોન છે, જે તેમણે તેમના પુત્ર અખિલેશ યાદવ પાસેથી લીધી હતી.
મુલાયમે એફિડેવિટમાં જણાવ્યું હતું કે, તેમણે તેમની પત્ની સાધના ગુપ્તાને પણ 6 લાખ 75 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
