For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીબીઆઈનો ભય છે મુલાયમના ટેકા પાછળ

|
Google Oneindia Gujarati News

Mulayam Singh
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર : તમામ વિરોધો અને ત્રીજા મોર્ચાની વાતો કર્યા બાદ પણ સમાજવાદી પક્ષ એટલે કે એસપીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે યુપીએનો સાથ ન છોડ્યો. યુપીએના નિર્ણયોની વિરુદ્ધ હોવાની વાતો કરનાર મુલાયમે જણાવ્યું કે તેઓ સાંપ્રદાયિક શક્તિઓને પ્રોત્સાહન આપવા નથી માંગતા. તેથી જ તેઓ યુપીએનો સાથ આપી રહ્યાં છે. જ્યારે તેની પાછળ એક મોટુ કારણ મુલાયમ સિંહની એક નબળાઈ હોઈ શકે છે. તે નબળાઈ છે સીબીઆઈની સકંજો.

હકીકતમાં મુલાયમ સિંહ આવક કરતાં વધુ મિલ્કતના એકથી વધુ કેસોમાં સીબીઆઈના ઘેરામાં છે અને સીબીઆઈ કેન્દ્ર સરકારના ઘેરામાં છે. સીબીઆઈ કેન્દ્ર સરકારની કઠપૂતળી છે. જો મુલાયમ જરા પણ ચૂં-ચાં કરે, તો સીબીઆઈનો હથોડો તેમની ઉપર પડી જાય અને કેસ કોર્ટમાં ઝડપ પકડી લે, પણ જ્યારે મુલાયમ ઠંડા પડી જાય, તો તેમના કેસ તારીખોને ભોગે ચડી જાય અને કેસની સુનવણી ટળી જાય.

એવું નથી કે મુલાયમે યુપીએનો સાથ આ વખતે જ આપ્યો છે. વર્ષ 2008માં પણ જ્યારે યુપીએ-1ને શક્તિ-પરીક્ષણની જરૂર પડી હતી, ત્યારે તેઓ મુલાયમ જ હતાં, જેમણે સરકારને પક્ષે વોટિંગ કર્યુ હતું. તે વખતે પણ તેમણે જણાવ્યુ હતું કે દેશ પક્ષ કરતાં મોટો છે અને પરમાણુ સંધિ દેશહિતમાં છે. તેવી જ રીતે આ વખતે પણ મુલાયમ સિંહે મમતા બેનર્જની જેમ હંગામો કર્યો, વિપક્ષના બંધમાં શામેલ થયા, પણ મમતાની જેમ મનમોહન સિંહનો સાથ ન છોડી શક્યા, કારણ કે જે રીતે એક જિન્નના પ્રાણ પોપટમાં હોય છે, તેવી જ રીતે મુલાયમના રાજકારણના કાળા પાનાઓનું પુસ્તક કેન્દ્રના હાથે છે.

તેથી જ ચાહીને પણ મુલાયમ સિંહ પોતાની સાયકલ પીએમ સીટ સુધી નથી પહોંચાડી શકતાં અને પંજાને પણ પરાસ્ત નથી કરી શકતાં,જેથી તેઓ પોતાની જાતને ભ્રષ્ટાચારી કહેડાવવાની જગ્યાએ ડબલ-ઢોલકી કહેડાવવું વધારે પસંદ કરી રહ્યાં છે.

નોંધનીય છે કે મુલાયમ સિંહે શુક્રવારે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ ભલે સરકારી નિર્ણયોની વિરુદ્ધ હોય, પણ સામ્પ્રદાયિક શક્તિઓને પ્રોત્સાહન ન મળે, તેના માટે તેઓ મનમોહન સિંહની સાથે છે. તેઓ હજુ પણ ડીઝલના ભાવ વધારા અને એફડીઆઈનો વિરોધ કરેછે, પણ તેઓ સરકાર પડી જાય તેવું નથી ઇચ્છતા. મુલાયમે જણાવ્યું કે દેશ અગાઉથી જ ઘણા બધા પ્રશ્નોથી ઘેરાયેલો છે. તેવામાં તેઓ સરકારમાંથી ટેકો પાછો ખેંચી દેશને વધુ એક મુશ્કેલીમાં નથી મૂકવા માંગતા, જેથી દેશ ઉપર સાંપ્રદાયિક સંકટ તોળાય.

English summary
SP supremo Mulayam Singh Yadav supports UPA because of CBI could open the cases against him.As CBI is now controlled by Congress Party, so he could be saved for time being.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X