સંજુને વધુ એક ઝટકો, SCએ નિર્માતાઓની આજીજી પણ ના માની!

આને લઇને બોલીવુડ પણ ચિંતામાં છે, સુપ્રીમ કોર્ટમાં પી સત્યશિવમ અને બીએસ ચૌહાણની બેંચે એ કહેતા અરજી રદ કરી દીધી કે માર્ચમાં આપવામાં આવેલ નિર્ણય પર રિવ્યૂ માટે કોઇ ખાસ કેસ નથી બનતો. અન્ય છ દોષિયોની પણ અરજી રદ કરવામાં આવી ચૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1993 મુંબઇના સીરીયલ બ્લાસ્ટ કેસમાં હથિયાર રાખવાના ગુનામાં દોષી ઠરેલ અભિનેતા સંજય દત્તે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પુનર્વિચાર અરજી પર 10 મેના રોજ થયેલી સુનવણીમાં કોર્ટે સંજય દત્તને રાહત નહી આપવાનો નિર્ણય કરી અરજી ફગાવી દીધી હતી. કોર્ટના આ નિર્ણયથી એક વાત નક્કી થઇ ગઇ છે કે હવે મુન્નાભાઇએ જેલયાત્રા કરવી જ પડશે.
સંજયના વકીલે જણાવ્યું કે સંજય દત્ત પાસે હવે કોઇ રસ્તો નથી રહેતો, તેણે શરણાગતિ સ્વીકારવી પડશે. આ પહેલા કોર્ટે તેમને જે 4 અઠવાડિયાનો વધુ સમય આપ્યો હતો તે સમય પૂરો થતા જ તેમણે સરેન્ડર કરવું પડશે. શું હવે જેલ જવા સિવાય સંજય દત્ત પાસે કોઇ રસ્તો નથી એવા સવાલના જવાબમાં વકિલે જણાવ્યું કે ' હા સરેન્ડર કર્યા સિવાય સંજય દત્ત પાસે કોઇ રસ્તો નથી. અને અન્ય પુનર્વિચાર અરજી દાખલ કરવાનો કોઇ અર્થ પણ નથી.'
અત્રે ઉલ્લેખનીય છે કે સંજય દત્તને સુપ્રિમ કોર્ટે ગયા મહિને 16 એપ્રિલના રોજ સરેન્ડર કરવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો. હવે તેમણે 16 મેના રોજ કોઇપણ હાલતમાં સરેન્ડર કરીને જેલભેગા થવું જ પડશે.
સંજયની ફિલ્મ પોલીસગીરીના પ્રમોશન માટે પત્ની માન્યતા દત્ત આગળ આવી શકે છે. જોકે હજી સુધી તે નક્કી નથી થઇ શક્યું. પરંતુ બોલીવૂડ સાથે જોડાયેલ સૂત્રો જણાવે છે કે સંજયના જેલ ગયા બાદ તેમની પત્ની ફિલ્મોનું પ્રમોશન કરવામાં મદદ કરશે.












Click it and Unblock the Notifications
