ડર વધ્યો, વેક્સીનના ત્રણે ડોઝ લઈ ચૂક્યો છે મુંબઈનો વ્યક્તિ, ઓમિક્રૉનથી છે સંક્રમિત
કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનને લઈને હવે દેશભરમાં જોખમ વધવા લાગ્યુ છે.
મુંબઈઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનને લઈને હવે દેશભરમાં જોખમ વધવા લાગ્યુ છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શુક્રવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે અત્યાર સુધી દેશના 11 રાજ્યોમાં ઓમિક્રૉન વેરઅંટના કુલ 101 કેસ મળી ચૂક્યા છે. આમાંથી 20 કેસ એકલા દેશની રાજધાની દિલ્લીમાં નોંધવામાં આવ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં ઓમિક્રૉન વેરિઅંટથી સંક્રમિક એક એવો દર્દી મળ્યો છે જે કોરોના વાયરસ વેક્સીનના ત્રણે ડોઝ લઈ ચૂક્યો છે.

બીએમસીએ શુક્રવારે આ અંગે નિવેદન જાહેર કરીને જણાવ્યુ કે મુંબઈમાં રહેતો આ વ્યક્તિ હાલમાં જ ન્યૂયૉર્કથી પાછો આવ્યો હતો જેને ફાઈઝરની કોવિડ વેક્સીનના ત્રણે ડોઝ લાગી ચૂક્યા છે. શુક્રવારે આ 29 વર્ષીય વ્યક્તિમા ઓમિક્રૉન વેરઅંટની પુષ્ટિ થઈ. બીએમસીએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે વ્યક્તિની અંદર કોરોના વાયરસના કોઈ લક્ષણ નહોતા દેખાયા પરંતુ એરપોર્ટ પર પ્રોટોકૉલ હેઠળ જ્યારે તેના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા તો તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. ત્યારબાદ આ વ્યક્તિના સેમ્પલ જીનોમ સિક્વંસીંગ માટે મોકલવામાં આવ્યા જ્યાં ઓમિક્રૉન વેરઅંટની ઓળખ થઈ.
મુંબઈમાં ઓમિક્રૉનના 15 દર્દી, 13 થઈ ચૂક્યા છે રિકવર
ઓમિક્રનથી સંક્રમિત આ વ્યક્તિ હાલમાં હૉસ્પિટલમાં ભરતી છે અને તેમાં હજુ પણ કોરોના વાયરસના કોઈ લક્ષણ નથી દેખાયા. વળી, બીએમસીએ આ વ્યક્તિના સંપર્કમાં આવેલા બીજા બે લોકોની પણ તપાસ કરી પરંતુ તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ નવા દર્દી સાથે જ મુંબઈમાં ઓમિક્રૉનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે આમાંથી 13 દર્દી રિકવર થઈને પોતાના ઘરે જઈ ચૂક્યા છે. આ ઉપરાંત 15 દર્દીઓમાંથી કોઈમાં પણ કોરોનાના ગંભીર લક્ષણો દેખાયા નથી. તમને જણાવી દઈએ કે આખા મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રૉનથી સંક્રમિત કુલ 40 દર્દી મળ્યા છે.












Click it and Unblock the Notifications
