Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુંબઇ: NCP નેતા શરદ પવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, FIR દાખલ

NCPના નેતા શરદ પવારને ફોર પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શરદ પવારે પોલીસને જણાવ્યુ હતુ કે કોલ પર ધમકી આપનારે કહ્યુ કે તે મુંબઇ આવીને દેશી કટ્ટાથી તેમની હત્યા કરશે. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જે બાદ તેમના સુરક્ષાકર્મીઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સોમવારે એક અજાણ્યા વ્યક્તિએ શરદ પવારના ઘરે ફોન કરીને નેતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેની સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.

શરદ પવારને મળી ધમકી

શરદ પવારને મળી ધમકી

ગામદેવી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 294 (અશ્લીલ શબ્દોનો ઉપયોગ) અને 506 (2) (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધ્યો છે. આ સંદર્ભમાં માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફોન કરનારે કહ્યું કે તે મુંબઈ આવીને પવારને દેશી બનાવટની પિસ્તોલથી ગોળી મારીને મારી નાખશે.

પોલીસે FIR દાખલ કરી

પોલીસે FIR દાખલ કરી

પોલીસે જણાવ્યું કે ધમકી આપનાર વ્યક્તિએ પવારના ઘરે ફોન કર્યો હતો. આ દરમિયાન ઓપરેટર દ્વારા તેનો ફોન આવ્યો હતો. જો કે, જ્યારે તેણે કોલ ડિસ્કનેક્ટ કર્યો, ત્યારે ઓપરેટરે પોલીસને ફરિયાદ કરી. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આરોપીઓએ ભૂતકાળમાં પણ પવારના 'સિલ્વર ઓક' નિવાસસ્થાને કથિત રીતે કોલ કર્યા હતા, પરંતુ તે સમયે કોઈએ ધ્યાન આપ્યુ ન હતુ. જોકે, સોમવારે પવારના જન્મદિવસની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા ત્યારે ફરી ફોન આવ્યો હતો.

બિહારથી આવ્યો હતો ફોન

બિહારથી આવ્યો હતો ફોન

આ મામલાની માહિતી આપતા ગામદેવી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે અમે ઓપરેટર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર દ્વારા આરોપીને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેને ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે. આ સાથે પોલીસે એવી પણ શંકા વ્યક્ત કરી છે કે ધમકી આપનાર ફોન કરનારે બિહારથી ફોન કર્યો હતો. તમને જણાવી દઈએ કે સોમવારે શરદ પવારનો જન્મદિવસ પણ હતો. આવી સ્થિતિમાં જન્મદિવસ નિમિત્તે જાનથી મારી નાખવાની ધમકીઓ મળતાં ખળભળાટ મચી ગયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X