મુંબઇ: ચાલુ ટ્રેને કલર નાખતાં 8 લોકો પટકાયા, 1નું મોત

પોલીસે અજાણ્યા લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. રેલવે દ્રારા મળતી માહિતી મુજબ સાયન-કુર્લા વચ્ચે સોમવારે રાત્રે 8:00 વાગે ચાલું ટ્રેન પર કોઇ અજાણ્યા શખ્સોએ પીળા પાવડર જેવું કંઇક ફેક્યું હતું. જેના કારણે ટ્રેનમાં સવાર લોકોને એલર્જી થઇ હતી અને તે ટ્રેનમાંથી નીચે પટકાયા હતા. મુસાફરોના કપડાં પર લાગેલા પાવડરના સેંપલની તપાસ કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનામાં 30 વર્ષના નિત્યાનંદ નામના એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, તો બીજી તરફ પાંચ લોકો ઇજાગ્રસ્તોમાં શ્રીનિવાસ (30 વર્ષ), દિપક (30 વર્ષ)ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. બંને આઇસીયુમાં દાખલ છે. આ ઉપરાંત 24 વર્ષનો અખિલેશ ગુપ્તા, 22 વર્ષનો સુશાંત અને 20 વર્ષના લક્ષ્મણને ઇજા પહોંચી હતી.
પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધી છે. આ અકસ્માત રંગથી ભરેલા ફુગ્ગાના કારણે સર્જાયો હતો જેથી અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે સાવચેતીપૂર્વક હોળી રમજો, રંગથી ભરેલા ફુગ્ગાનો ઉપયોગ કરવાનું ટાળજો.












Click it and Unblock the Notifications
